ઈડીએ પી ચિદમ્બરમ સામે કર્યો વધુ એક મોટો સનસનીખેજ ખુલાસો
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ સામે આઈએનએક્સ મીડિયા મામલે તપાસ ચાલી રહી છે.
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ સામે આઈએનએક્સ મીડિયા મામલે તપાસ ચાલી રહી છે. આ કેસમાં સીબીઆઈએ તેમની ધરપકડ કરી છે. આઈએનએક્સ મીડિયા કેસમાં તપાસ દરમિયાન રોજ આ કેસમાં નવી કડીઓ ખુલી રહી છે. કેસની તપાસ કરી રહેલા ઈડીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યુ કે તત્કાલિન નાણામંત્રી પી ચિદમ્બરમે આઈએનએક્સ ગ્રુપના પીટર અને ઈંદ્રાણી મુખર્જીને કહ્યુ હતુ કે તે કાર્તિ ચિદમ્બરમનું ધ્યાન રાખે. તમને જણાવી દઈએ કે શુક્રવારે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી ઈડી દ્વારા ધરપકડમાંથી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટ આજે આ કેસની સુનાવણી કરશે.

મોટુ ષડયંત્ર
ઈડીએ શુક્રવારે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે તપાસમાં એ વાત સામે આવી છે કે પી ચિદમ્બર પાસે 11 અચળ સંપત્તિ અને 17 બેંક ખાતા વિદેશમાં છે. માટે તેમની કસ્ટોડિયલ રિમાન્ડમાં પૂછપરછ જરૂરી છે જેથી આ ષડયંત્ર પરથી પડદો ઉઠી શકે. સૌથી રસપ્રદ વાત એ સામે આવી છે કે જે વ્યક્તિના નામથી તમામ નકલી કંપનીઓ બનાવવામાં આવી છે તેણે પોતાનો વારસો ચિદમ્બરની પૌત્રીના નામે કરી દીધો છે. ચિદમ્બરમના વકીલે આનો વિરોધ કરતા કહ્યુ કે પી ચિદમ્બરમે તપાસ દરમિયાન પૂરો સહયોગ આપ્યો છે માટે તેમની કસ્ટડીમાં પૂછપરછની કોઈ જરૂર નથી.

છેતરપિંડીનો દાવો
પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમ સામે મની લૉન્ડ્રીંગનો કેસ ચાલી રહ્યો છે. તેમની સામે સીબીઆઈએ 15 મે, 2017ના રોજ કેસ ફાઈલ કર્યો હતો. તેમની સામે એફઆઈપીબી દ્વારા છેતરપિંડી કરવાનો આરોપ છે જે બાદ ઈડીએ તેમની સામે મની લૉન્ડ્રીંગનો કેસ ફાઈલ કર્યો છે. આ કેસમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે ઈડીએ ઘણા મહત્વના દસ્તાવેજ અને પુરાવા એકઠા કર્યા છે જેમાં મની લૉન્ડ્રીંગ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યુ છે. તેમણે દાવો કર્યો છે કે ચિદમ્બરના વિદેશમાં બેંક ખાતા નકલી કંપનીઓના નામથી છે માટે તેમની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે જેનાથી સત્ય સામે આવી શકે.

જવાબ આપવાનો પણ મોકો ન મળ્યો
તુષાર મહેતાએ કહ્યુ કે સીબીઆઈએ ઈંદ્રાણી મુખર્જીનુ નિવેદન નોંધ્યુ છે જેને ટ્રાયલ દરમિયાન સાબિત કરવામાં આવશે. પૂછપરછમાં સામે આવશે કે પી ચિદમ્બરમે ઈંદ્રાણી અને પીટર મુખર્જી સાથે મુલાકાત કરી હતી અને એફઆઈપીબીમાં અપ્રુવલ મેળવ્યુ હતુ. આ કેસમાં ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યુ કે ઈડીની નોટનો જવાબ આપવા માટે પણ સમય આપવામાં આવ્યો નહિ.












Click it and Unblock the Notifications
