ઉત્તર પ્રદેશમાં વધુ એક ભાજપ નેતાની ધોળે દિવસે ગોળી મારી હત્યા
મુઝફ્ફરનગર, 10 જૂન: ઉત્તર પ્રદેશમાં વિજય પંડિત બાદ વધુ એક ભાજપ નેતાની હત્યા કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મીરાનપુરમાં ભાજપના એક સ્થાનીય નેતાની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી.
ઉત્તર પ્રદેશમાં મીરાનપુરના ભાજપના નગર ઉપાધ્યક્ષ ઓમવીર સિંહ સેનામાંથી નિવૃત્ત થયા હતા. મંગળવારે બપોરે તેઓ બાઇક પર સવાર થઇને જઇ રહ્યા હતા ત્યારે જ ત્રણ બદમાશ ત્યાં આવ્યા અને ઓમવીરના હથિયાર છીનવીને તેમની હત્યા કરી દીધી અને ફરાર થવામાં સફળ રહ્યા. ઓમવીરે પોતાના હથિયારથી તેમની પર ગોળી ચલાવી અને એક બદમાશને પગમાં ગોળી મારી પરંતુ હત્યારાઓ તેમની હત્યા કરીને નાસી છૂટવામાં સફળ રહ્યા.

અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ યુપીના નોયેડામાં પણ ભાજપના એક નેતા ધર્મેન્દ્ર પંડિતની હત્યા કરી દેવામાં આવી હતી. તેમની હત્યાનો કે હજી સુધી ઉકેલાઇ શક્યો નથી. બદમાશોએ યૂપીના ગ્રેટર નોયડામાં તેમની હત્યા કરી દીધી હતી. યૂપીમાં કાનૂન વ્યવસ્થા દિવસેને દિવસે લથડતી જઇ રહી છે અને અખિલેશ સરકાર પર ઘણા સવાલો ઉઠાવી રહી છે.












Click it and Unblock the Notifications
