મુંબઇમાં પ્રેમીએ કિશોરીને બળજબરીથી એસિડ પીવડાવ્યું

મુંબઇ, 20 ઓક્ટોબર : મુંબઇના બોરીવલીમાં આવેલા ગોરાઈ વિસ્તારમાં પોતાની પ્રેમિકાને બળજબરીથી એસિડ પીવડાવવાનો કેસ બહાર આવ્યો છે. છેલ્લે પ્રાપ્ત માહિતી અનુસાર એસિડ પીવડાવીને ભાગી ગયેલા એક પ્રેમીને પોલીસે અંતે પકડી લીધો છે.

પ્રેમિકા સાથે ઝઘડો થયા બાદ આરોપી છોકરાએ આજે સાંજે ગોરાઈ જેટ્ટી નજીક તેને એસિડ પીવાની ફરજ પાડી હતી અને પછી એને ધક્કો મારીને દરિયામાં ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નિષ્ફળ ગયો હતો.

Girl

બીજી તરફ 18 વર્ષની છોકરી એસિડ હુમલાને કારણે ગંભીર રીતે દાઝી ગઈ છે. પોલીસે આ દર્દનાક કેસમાં જિતેન્દ્ર સકપાળ નામના 21 વર્ષના યુવકની ધરપકડ કરી છે. પોલીસે સકપાળ ઉપર હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. છોકરી અને આરોપી, બંને જણ દહિસરનાં રહેવાસી છે.

પીડિત છોકરીને પહેલા કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પણ ત્યાંથી એને મિરારોડ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે ગંભીર હાલતમાં હોવાથી પોલીસ તેનું નિવેદન નોંધી શકી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X