વધુ એક પાર્ટીએ મહારાષ્ટ્રમાં મતદાનના આંકડા પર સવાલ ઉઠાવ્યા, જાણો શું કહ્યું?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ સતત મતદાનના આંકડા પર સવાલ ઉઠી રહ્યાં છે. પહેલા કોંગ્રેસ અને હવે સીપીઆઈએમે મતદાનના આંકડા પર સવાલ ઉભા કર્યા છે.
માર્કવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે અને તેમાં મતદાનના આંકડામાં વિસંગતિયો પર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.

જણાવી દઈએ કે, કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ડેટા સંબંધિત ગંભીર વિસંગતતાઓને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને વિગતવાર જવાબ માંગ્યો છે. હવે સીપીઆઈએમે પણ સવાલ ઉભા કર્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને સંબોધિત આ પત્રમાં બ્રિટાસે લખ્યુ છે કે, મતદાન ડેટા અને પોસ્ટ-પોલ પ્રક્રિયા અંગેના કેટલાક આક્ષેપો તાજેતરમાં જાહેર નોટિસમાં આવ્યા છે, ખાસ કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં.
તેમણે કહ્યું કે, ઈલેક્શન કમિશનની પ્રામાણિકતા અને પારદર્શિતા માટે લાંબા સમયથી ચાલતી પ્રતિષ્ઠાને જોતાં મને વિશ્વાસ છે કે આ ચિંતાઓને અમારી ચૂંટણી પ્રક્રિયાઓની વિશ્વસનીયતા જાળવવા માટે ખૂબ જ તત્પરતાથી દૂર કરવામાં આવશે.
તેમણે જણાવ્યુ કે, મતદાન ડેટામાં કથિત વિસંગતતાઓને લઈને વિવિધ ક્વાર્ટર તરફથી ચિંતાઓ આવી છે. ડેટા દર્શાવે છે કે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રમાં 58.22 ટકા મતદાન નોંધાયું હતું અને સાંજે 5 વાગ્યે કતારોમાં ઊભા રહેલા મતદારોને સામેલ કર્યા પછી 11:30 વાગ્યા સુધીમાં આ આંકડો વધીને 65.02 ટકા થયો.
મતગણતરી શરૂ થયાના થોડા કલાકો પહેલા મતદાનની ટકાવારી 66.05 ટકા નોંધાઈ હતી, જે 7.83 ટકાનો વધારો દર્શાવે છે અને તે અંદાજે 76 લાખ વધારાના મતોની સમકક્ષ છે.
તેમણે આગળ લખ્યુ કે, મને વિશ્વાસ છે કે મતદાન ડેટાની ચોકસાઈની ખાતરી કરવા માટે ચૂંટણી પંચ પાસે મજબૂત મિકેનિઝમ્સ છે, ઘણા લોકો દાવો કરે છે કે મતદાન પછીનો આ વધારો ઐતિહાસિક ધોરણો કરતાં ઘણો વધારે છે. ઉદાહરણ તરીકે ઝારખંડ ચૂંટણીના ડેટા દર્શાવે છે કે બે તબક્કામાં 1.79 ટકા અને 0.86 ટકાનો ખૂબ જ નાનો વધારો થયો છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો આવ્યા ત્યારથી મતદાનના આંકડા સાથે છેડછાડના અહેવાલો આવી રહ્યા છે. હવે પાર્ટીઓએ ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે.












Click it and Unblock the Notifications
