For Quick Alerts
For Daily Alerts
કેરળમાં Coronavirusની દસ્તક, બીજો કેસ સામે આવ્યો
નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલ જીવલેણ કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસનો બીજો મામલો સામે આવ્યો છે. બંને મામલા કેરળમાં સામે આવ્યા છે. જાણકારી મુજબ આ દર્દી પણ ચીન ગયો હતો. હાલ દર્દીને હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તે ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. હાલ દર્દીની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. અગાઉ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો પહેલો મામલો પણ કેરળથી જ સામે આવ્યો હતો. જાણકારી મુજબ ચીનના વુહાન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી આ વાયરસની લપેટમાં આવી ગયો છે, જેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.
ચીનમાં કોરોના વાયરસથી 300ના મોત, 14000 લોકો બન્યા શિકાર