દગાખોર SDM જ્યોતિ મોર્યની બેવફાઈને લઈને વધુ એક ખુલાસો, જાણો શું કહ્યું તેના પિયર વાળાઓએ?
મહેનત કરીને SDM બનાવનારા પતિ સાથે દગો કરનારી જ્યોતિ મોર્યને આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ ગાળો પડી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે જ્યોતિ મોર્યને લઈને વધુ એક ખુલાસો થયો છે.
એસડીએમ જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આલોકે ગ્રામ પંચાયત અધિકારી હોવાનું ખોટું બોલીને જ્યોતિ મૌર્ય સાથે લગ્ન કર્યા હતા. તે હકિકતમાં વર્ગ 4 નો કર્મચારી હતો.

આ વાયરલ થયા બાદ જ્યોતિ મોર્યના ગામના લોકો અને તેના સગાવ્હાલાઓને પુછાતા ઘણા મોટા ખુલાસા થયા છે. આ હકિકતો જાણીને તમે ચોક્કસ ચૌકી જશો.
જ્યોતિ મૌર્યના મામા વારાણસીના ચિરઈગાંવના છે. અહીંના લોકોએ છેતરપિંડી કરીને લગ્ન કરવાના દાવા મુદ્દે વાત કરતા ચોંકાવનારા ખુલાસા કર્યા. જ્યોતિ મૌર્ય વારાણસીની છે અને આઝમગઢના આલોક મૌર્ય સાથે લગ્ન કર્યા છે.
અહેવાલ અનુસાર, સ્થાનિક લોકોએ મામલે વાત કરતા આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે જ્યોતિના પિતા જાણતા હતા કે તેમનો જમાઈ ચોથા વર્ગમાં નોકરી કરે છે. આ સ્થિતિમાં હવે જો કોઈ એવો દાવો કરે કે તેણે જુઠ્ઠું બોલીને લગ્ન કર્યા છે તો તે અલગ વાત છે.
અન્ય એક સ્થાનિક વ્યક્તિએ પણ ચૌકાવનારી બાબત જણાવી. એક વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે લગ્ન થયા ત્યારે જ્યોતિ બીએ પાસ હતી અને તે સફાઈ કામદાર હોય કે પટાવાળા બધું જ જાણતી હતી. તેની પાસે અધિકારી સાથે લગ્ન કરવાની હેસિયત નહોતી.
હવે જ્યોતિના પરિવારના ખોટા દાવા પર લોકો ખરી ખોટી સંભળાવી રહ્યા છે. લોકો જ્યોતિ મોર્યને તેની કરતુત માટે સતત ટ્રોલ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
