સીમા હૈદરનો વધુ એક ડાન્સ વીડિયો વાયરલ, બોલિવૂડ સોંગ પર કમર લચકાવતી જોવા મળી
પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદર સતત ચર્ચામાં છે. ક્યારેક સોશિયલ મીડિયા પોસ્ટ તો ક્યારેક પોલીસ તપાસને લઈને ચર્ચામાં રહેતી સીમાનો હવે એક વધુ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સીમા કમર લચકાવતી જોવા મળી રહી છે.
હવે સામે આવેલા લેટેસ્ટ વીડિયોમાં સીમા હૈદર સાડીમાં ડાન્સ કરતી જોવ મળી રહી છે. સીમા હૈદરના એક પછી એક નવા વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે આ વીડિયોમાં સીમાં સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો એક અઠવાડિયા પહેલા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલો છે. 11 જુલાઈનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સીમાના આ વીડિયોને લાખો લાખો વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકો વીડિયો પર પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. આ વીડિયોની ચર્ચા વચ્ચે એ જાણવુ જરૂરી છે કે સીમાને ભારતમાં રહેવા દેવાશે કે કેમ તે હજુ નક્કી નથી.
સીમા હૈદરનો પ્રેમ સાચો છે કે પછી તે જાસૂસ તરીકે ભારતમાં પ્રવેશી છે તેની તપાસ ચાલી રહી છે. સીમાના ભાઈ અને પિતા પાકિસ્તાની આર્મીમાં પોસ્ટેડ છે. સીમા હૈદર સચિન સાથે લગ્ન કરીને નોઈડામાં સચીન સાથે રહે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, સીમા ભારતમાં રહેશે કે તેને પાકિસ્તાન મોકલી દેવામાં આવશે તે તપાસ એજન્સીઓના રિપોર્ટના આધારે જ નક્કી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
