For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુરાગ કશ્યપની દીકરીને મળી રેપની ધમકી કહ્યુ, 'મોદી સર, કેવી રીતે હેન્ડલ કરુ તમારા ફોલોઅર્સને?'

સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર બેબાક પોતાનું મંતવ્ય કહેનાર જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ એક વાર ફરીથી ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર બેબાક પોતાનું મંતવ્ય કહેનાર જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ એક વાર ફરીથી ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. આ વખતે ટ્રોલર્સે તેમની દીકરીને નિશાન બનાવી છે. ટ્રોલર્સે અનુરાગ કશ્યપની દીકરીને રેપની ધમકી અને ગંદી ગંદી ગાળો આપી છે. આ વિશે અનુરાગ કશ્યપે પીએમ મોદીને સંબોધિત કરીને ટ્વીટ દ્વારા સવાલ પૂછ્યા છે. ગુરુવારે ચૂંટણી પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યા બાદ એક મોદી સપોર્ટરે તેમની દીકરી માટે એક ગંદી મેન્ટ કરી.

anurag Kashyap

અનુરાગ કશ્યપ ઘણી વાર મોદી સરકારના વિરોધમાં બોલતા આવ્યા છે. અનુરાગ કશ્યપે તેનો સ્ક્રીનશૉટ શેર કરીને લખ્યુ, 'ડિયર નરેન્દ્ર મોદી સર... જીત માટે અભિનંદન અને બધાને સાથે લઈને ચાલવાના સંદેશ માટે આભાર. સર પ્લીઝ અમને એ પણ જણાવો કે તમારા આ ફોલોઅર્સને કેવી રીતે હેન્ડલ કરીએ જે તમારી જીતની ઉજવણી મારી દીકરીને આ રીતે ધમકાવીને આપી રહ્યા છે કારણકે મારા વિચારો તમારા વિરોધમાં રહે છે.'

anurag

અનુરાગે જે સ્ક્રીન શૉટ શેર કર્યો છે તેમાં નિર્દેશકની દીકરી માટે ગાળો સાથે ધમકી પણ આપવામાં આવી છે. જે ટ્વીટર હેન્ડલથી ધમકી આપવામાં આવી છે તેણે પોતાનુ નામ ચોકીદાર રામસંઘી લખ્યુ છે. અનુરાગ કશ્યપની આ પોસ્ટ બાદ ઘણા કમેન્ટ કરી રહ્યા છે. સર...કોઈ પણ મૂર્ખ વ્યક્તિ આ ગંદી ટિપ્પણીઓ સાથે સંમત નહિ થાય. મોદીને ટેગ કરવાના બદલે પોલિસમાં ફરિયાદ કરો. મોદી ચોકીદાર છે... હવાલદાર નહિ. તમને જણાવી દઈએ કે હાલમાં અનુરાગ કશ્યપ આવનારી ફિલ્મ 'સાંડ કી આંખ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમા તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર શૂટરની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચોઃ રૉબર્ટ વાડ્રાના આગોતરા જામીન રદ કરાવવા માટે ઈડી પહોંચ્યુ હાઈકોર્ટઆ પણ વાંચોઃ રૉબર્ટ વાડ્રાના આગોતરા જામીન રદ કરાવવા માટે ઈડી પહોંચ્યુ હાઈકોર્ટ

English summary
Anurag Kashyap asks PM Modi's help as daughter gets rape threats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X