For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોકી ઈન્ડિયા કોમનવેલ્થમાંથી હટતા અનુરાગ ઠાકુરે સવાલ ઉઠાવ્યા!

હોકી ઇન્ડિયાએ મંગળવારે આગામી વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાંથી નામ પાછુ ખેંચી લેતા કહ્યું કે, બર્મિંગહામ ગેમ્સ (28 જુલાઈ-8 ઓગસ્ટ) અને હેંગઝોઉ એશિયન ગેમ્સ (10-25 સપ્ટેમ્બર) વચ્ચે માત્ર 32 દિવસનું અંતર છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: હોકી ઇન્ડિયાએ મંગળવારે આગામી વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાંથી નામ પાછુ ખેંચી લેતા કહ્યું કે, બર્મિંગહામ ગેમ્સ (28 જુલાઈ-8 ઓગસ્ટ) અને હેંગઝોઉ એશિયન ગેમ્સ (10-25 સપ્ટેમ્બર) વચ્ચે માત્ર 32 દિવસનું અંતર છે.

Anurag Thakur

આ અંગે કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારત પાસે માત્ર 18 ખેલાડીઓ નથી. જો ક્રિકેટરો IPL તેમજ વર્લ્ડ કપમાં રમી શકે છે તો હોકી ખેલાડીઓ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં કેમ ભાગ લઈ શકતા નથી?

બીજી બાજુ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરિન્દર બત્રાએ શુક્રવારે હોકી ઇન્ડિયાના આગામી વર્ષના કોમનવેલ્થ ગેમ્સમાંથી હટવાના નિર્ણયનું સમર્થન કરતા કહ્યું કે, એશિયાડ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા, મોટા લક્ષ્ય માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો. બીજી ટીમ મોકલવી શક્ય નથી.

હોકી ઇન્ડિયાનો આ નિર્ણય અનુરાગ ઠાકુરે ગળે નથી ઉતર્યો. એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મને લાગે છે કે કોઈપણ ફેડરેશનને આવા નિવેદનો આપવાનું ટાળવું જોઈએ અને સરકાર અને વિભાગ સાથે ચર્ચા કરવી જોઈએ. કારણ કે ફેડરેશનની ટીમ નથી જઈ રહી, દેશની ટીમ જઈ રહી છે. 130 કરોડ લોકોમાં માત્ર 18 ખેલાડીઓ જ નથી. જ્યારે વિશ્વભરની ઇવેન્ટ્સમાં ભાગ લેવાની વાત આવે ત્યારે તેમાં સામેલ થવુ જોઈએ.તેઓએ રમતગમત વિભાગ સાથે વાત કરવી જોઇએ. આ અંગેનો નિર્ણય સરકારે લેવો જોઇએ.

અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, જો આપણે ક્રિકેટની વાત કરીએ, તો તરત જ આઈપીએલ અને વર્લ્ડ કપ રમી શકાય છે, તો પછી અન્યત્ર એશિયન ગેમ્સ અને કોમનવેલ્થમાં કેમ નહીં?

અનુરાગે ફેડરેશન પર વધુ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભારતની ટીમ ક્યાં રમશે તે માત્ર ફેડરેશન સુધી મર્યાદિત નથી, તે ભારત, ભારત સરકારે નક્કી કરવાનું છે.

English summary
Anurag Thakur questions hockey team leaving Commonwealth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X