વિકાસ માટે સાયન્સ અસાધારણ એન્જિનની જેમ કામ કરશે:PM

Written By:
Subscribe to Oneindia News

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોફેસર એસ.એન.બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું સંબોધન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સ થકી સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, અમારા દેશના વૈજ્ઞાનિકો રચનાત્મક ટેક્નોલોજી આપવાનું ચાલુ રાખે, જેથી જનતાનું જીવન સરળ બને. એક સીમાથી બહાર વિચારી શકનાર વૈજ્ઞાનિકો આમ કરી શકે છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સાથે જોડાયેલ કોઇ પણ વ્યક્તિએ નવું ભારત બનાવવાની દિશામાં પોતાની શોધ અને અનુસંધાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. વિકાસ માટે સાયન્સ અને ટેક્નોલોજી એક અસાધારણ એન્જિન તરીકે કામ કરે છે.

Narendra modi

હું દેશના વૈજ્ઞાનિક સમુદાયને આગ્રહ કરું છું કે, તેઓ શોધોની દિશા અમારા સામાજિક-આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને નક્કી કરે. શું નદીઓને પ્રદૂષણમુક્ત કરવાનું કાર્ય ઝડપથી કરી શકાય છે? નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે, શું મલેરિયા, ટીબી અને કુપોષણ જેવા રોગો સાથે લડવા માટે આપણે વધુ કારગર ઉપાય શોધી શકીએ. શું બીમારીઓને રોકવા તથા નાથવા માટે નવી દવાઓ નવી રસીઓનો વિકાસ કરી શકાય? તમામ સંસ્થાન પોતાના સંસ્થાનને ટોપ રેન્કિંગ પર લાવવા કામ કરે. જો દરેક વૈજ્ઞાનિક માત્ર1 બાળકનો વિજ્ઞાનનો અભ્યાસ શોધ તરફ ધપાવવામાં પોતાનો થોડો સમય કાઢે તો લાખો બાળકોનું ભવિષ્ય સુધરી જશે.

English summary
Anyone associated with science and technology must focus their innovation and research towards building a New India: PM Modi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.