અરવિંદ કેજરીવાલનો આઈફોન અનલોક કરવાનો એપ્પલે ઈન્કાર કર્યો, જાણો શું કહ્યું?

દિલ્હી લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઈડી સતત તેમના ફોનને અનલોક કરવાનો પ્રયાસ કરી રહી છે. આના માટે એપ્પલને પણ ઈડીએ કહ્યું હતું.

અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. આ કેસની તપાસમાં EDને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ED અરવિંદ કેજરીવાલનો ફોન ખોલવામાં સક્ષમ નથી.

Arvind Kejriwal

અગાઉ EDએ કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. તેમણે ફોનનો પાસવર્ડ આપ્યો ન હોવાથી તપાસમાં મુશ્કેલી પડી રહી છે. આ પછી EDએ મોબાઈલ કંપની એપલનો સંપર્ક કર્યો અને ફોનમાં હાજર ડેટા એક્સેસ કરવા માટે તેમની મદદ માંગી હતી.

હવે સમાચાર આવી રહ્યા છે કે Apple એ અરવિંદ કેજરીવાલનો ફોન અનલોક કરવાનો ઇનકાર કરી દીધો છે. કેલિફોર્નિયાની ટેક કંપનીએ અરવિંદ કેજરીવાલનો ફોન અનલોક કરવામાં EDને મદદ કરવાનો ઇનકાર કરી દીધો છે. કંપનીએ કહ્યું છે કે ઉપકરણ માલિક દ્વારા સેટ કરેલા પાસવર્ડથી જ ડેટા એક્સેસ કરી શકાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, એપલે યુઝર પ્રાઈવસીનો હવાલો આપીને કેજરીવાલનો ફોન અનલોક કરવાનો ઈન્કાર કરી દીધો. ED એ કેજરીવાલના ચાર ફોન જપ્ત કર્યા હતા. કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે તેમના મોબાઈલ ફોન ડેટા અને ચેટ્સ એક્સેસ કરીને ED આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનીતિ અને ગઠબંધન વિશે માહિતી મેળવવા ઈચ્છે છે.

જણાવી દઈએ કે એપલના આઈફોનમાં ઈરેઝ ડેટા નામનું ફીચર છે. આ ફીચરના કારણે જો કોઈ વ્યક્તિ 10થી વધુ વખત ખોટો પાસવર્ડ નાખે છે તો ફોનનો તમામ ડેટા ડિલીટ થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X