• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાક. મરીને ઓખા પાસેથી 24 માછીમારો કર્યું અપહરણ

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાર્દિકના ફોટાવાળી કાર લઇ પાસ આઇપીએલમાં આવે તેવી શકયતા

હાર્દિકના ફોટાવાળી કાર લઇ પાસ આઇપીએલમાં આવે તેવી શકયતા

રાજકોટમાં રમાનારી આઈપીએલની મેચ દરમ્યાન પાટીદાર આંદોલન વેગવંતુ બને તેવી શક્યતા છે. વાસ્તવમાં સુરતથી હાર્દિકના ફોટા વાળી કાર આવી છે આ કારમાં બોનેટ ઉપર દરવાજા પાસે એમ વિવિધ જગ્યાએ હાર્દિક તથા તેની ટીમના ફોટા લગાવવામાં આવ્યા છે. સુરતથી રાજકોટ આવેલી કાર રાજકોટન વિવિધ વિસ્તારોમાં ફરતા અચરજ ફેલાયું હતું તેમજ તંત્ર હરકતમાં આવી ગયું હતું. નોંધનીય છે કે અગાઉ પણ પાટીદારોએ ક્રિકેટ મેચના માધ્યમથી પોતાની માંગણીઓ રજૂ કરી ચૂક્યા છે.

સુરતના પીપલોદમાં કોલેજની વિદ્યાર્થીનીનો આપઘાત

સુરતના પીપલોદમાં કોલેજની વિદ્યાર્થીનીનો આપઘાત કરી લેતા ચકચાર

સુરતના પીપલોદમાં કોલેજની વિદ્યાર્થીનીનો આપઘાત કરી લેતા ચકચાર

સુરતના પીપલોદમાં આવેલી SVNIT કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં સુરતના પીપલોદમાં કોલેજની વિદ્યાર્થીનીનો આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એમએસસી મેથ્સના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષની ઉર્વશી રાજુકિશન ગાયકવાડે આપઘાત કર્યો તે અંગે પરિવાર અને કોલેજ દ્વારા મૌન સેવવામાં આવ્યું છે. આ ઘટનાની તપાસ માટે એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સુરતમાં પાસના કાર્યકરોએ અમૂલ પટેલના વસ્ત્રો ફાડ્યા

સુરતમાં પાસના કાર્યકરોએ અમૂલ પટેલના વસ્ત્રો ફાડ્યા

પાટીદાર અગ્રણીઓના પ્રતિક ઉપવાસમાં અમૂલ પટેલ હાજર રહ્યાં હતાં. ત્યારબાદ તે જઈ રહ્યાં હતા ત્યારે અન્ય કોઈ યુવક સાથે તેને બોલાચાલી થતા પહેલા તો અમૂલ પટેલને ધક્કે ચઢાવાવમાં આવ્યા અને બાદમા તેમનો શર્ટ ફાડી નાખવામાં આવ્યો હતો. સુરતમાં અનામત આંદોલનમાં ઝંપલાવનાર અમુલ પટેલ પોતે પાસનો કન્વીનર હોવાનું કહી રહ્યાં હતાં. જોકે પાસના કન્વીનરે આ મુદ્દે જણાવ્યુ હતું કે અમૂલ પટેલની સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી.

નિકોલની ઘટનામાં સાંત્વના આપવી મેયરને ભારે પડી

નિકોલની ઘટનામાં સાંત્વના આપવી મેયરને ભારે પડી

નિકોલ ડિમોલિશનની ઘટનામાં ગત મોડી રાત્રે અમદાવાદના મેયર ગૌતમ શાહ તથા ચેરમેન પ્રવિણ પટેલ અને અન્ય અધિકારીઓ નિકોલના મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. આ જોઈને પરિવારના સભ્યો તથા સ્થાનિકોના રોષે ભડકી ઉઠ્યો હતો. લોકોએ મેયર તથા કોર્પોરેશનની ટીમને રાજકારણ રમવા આવ્યો છો તેવું મેણું મારી ગુસ્સો ઠાલવ્યો હતો. જોકે મેયરે ઝણાવ્યુ હતું કે દોષિતો સામે કડક પગલા લેવામાં આવશે.

મહેસાણામાં મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 7 ઇજાગ્રસ્ત

મહેસાણામાં મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 7 ઇજાગ્રસ્ત

મહેસાણાના વિજાપુર હાઈવે ઉપર આવેલી ડાભલા ચોકડી પાસે મોટી ટ્રક અને આઈશર વચ્ચે મોડી રાત્રે અકસ્માત તયો હતો. જેમાં કુલ સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અંજાર જીઆઇડીસીમાં પૂંઠાના સંગ્રહમાં આગ લાગતા સમગ્ર માલ ખાખ

અંજાર જીઆઇડીસીમાં પૂંઠાના સંગ્રહમાં આગ લાગતા સમગ્ર માલ ખાખ

અંજાર જી.આઇ.ડી.સી.વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 299માં આવેલી મોમાઇ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં બુધવારે મોડી સાંજે શોર્ટસર્કિટથી લાગેલી આગના કારણે મોટા પાયે આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતા જ ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઠારી હતી. પ્રથામિક અંદાજા પ્રમાણે પૂંઠાનો જથ્થો સળગી જતાં 30 થી 40 હજારની નુકસાનનો અંદાજે નુક્શાન થયું છે.

હિંમતનગર પોલીસે ઉઘાડું પાડ્યું સેક્સ રેકેટ

હિંમતનગર પોલીસે ઉઘાડું પાડ્યું સેક્સ રેકેટ

હિંમતનગરમાં આવેલા બેરણા ગામમાં મહિલા દ્વારા ચલાવાતા કુટણખાનાનો લોકલ ક્રાઇમ બ્રાન્ચની સાથે ગાંભોઇ પોલીસની ટીમે પર્દાફાશ કર્યો હતો. જેમાં બે મહિલા અને એક પુરૂષ સહિત કુલ પાંચને ઝડપી લઇ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. કુટણખાનું ચલાવનાર ભારતી દેવાભાઇ પટેલ આ માટે પશ્ચિમ બંગાળથી બે છોકરીઓ પણ લાવી હતી. જેને ઘરમાંથી પોલીસે ઝડપી છે. અને તેમની પણ અટકાયત કરી હતી.

પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા બે માછીમારોના શબ આવશે ઉના

પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા બે માછીમારોના શબ આવશે ઉના

પાકિસ્તાનની જેલમાં બે ભારતીય માછીમારોના મોત થયા હતા છે રતનદાસ મોહનદાસ અને વાઘા બીજલના શબને આજે કરાંચીથી મુંબઈ પ્લેનમાં મોકલવામાં આવશે અને ત્યાંથી રોડ માર્ગે તેમના માદરે વતન ઉના લાવવામાં આવશે. અને આ બંને માછીમારોના મૃતદેહની અંતિમ વિધી પરિવારજનોની હાજરીમાં કરવામાં આવશે.

પાક. મરીને ઓખા પાસેથી 24 માછીમારો કર્યું અપહરણ

પાક. મરીને ઓખા પાસેથી 24 માછીમારો કર્યું અપહરણ

આંતરાષ્ટ્રિય જળસીમામાંથી પાકિસ્તાની મરીન સિક્યુરીટી દ્વારા 4 બોટ સાથે 24 માછીમારનું અપહરણ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ તમામ બોટ ઓખા બંદરની હોવાની શક્યતા હાલમાં સેવાઈ રહી છે. નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોના અપહરણ કરવાની ધટનાઓ વધી છે.

સાડી ના પહેરવા પર માટે તૃપ્તિ દેસાઇની લોકોએ કરી ધુલાઇ

સાડી ના પહેરવા પર માટે તૃપ્તિ દેસાઇની લોકોએ કરી ધુલાઇ

ભૂમાતા બ્રિગેડની તૃપ્તિ દેસાઇની બુધવારે રાતે કોલ્હાપુર સ્થિમ મહાલક્ષ્મી મંદિરની બહાર પોલિસ સામે સ્થાનિક લોકોએ ધુલાઇ કરી. કારણ કે તેણે સાડી પહેર્યા વગર મહાલક્ષ્મી મંદિરના ગર્ભગૃહના દર્શન કર્યા હતા. જે બાદ તૃત્પિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે આ મામલે હજી સુધી કોઇની ધરપકડ નથી થઇ. નોંધનીય છે કે હાઇકોર્ટની પરવાનગી પછી જ તૃપ્તિ દેસાઇએ બુધવારે સાંજે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. સાડીના બદલે સલવાર શૂટમાં મંદિરમાં તૃપ્તીએ પ્રવેશ કર્યા પછી લોકો આવું વર્તન તેની સાથે કર્યું હતું.

મને આગળ વધવા માટે પ્રિયંકાની જરૂરત નથી: રોબર્ટ વાડ્રા

મને આગળ વધવા માટે પ્રિયંકાની જરૂરત નથી: રોબર્ટ વાડ્રા

સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને પોતાનું જીવન સ્તર સુધારવા માટે પ્રિયંકા જરૂર નથી. વધુમાં તેમણે કહ્યું કે તેમના માતા-પિતાએ તેમને ધણું આપ્યું છે. વધુમાં કેન્દ્ર સરકાર પર નિશાનો લગાવતા વાડ્રા કહ્યું કે લોકો જલ્દી જ સમજી જશે કે શું સારું છે શું ખોટું છે!

બાબા સાહેબ એક વ્યક્તિ નહીં એક સંકલ્પનું નામ હતા: પીએમ મોદી

બાબા સાહેબ એક વ્યક્તિ નહીં એક સંકલ્પનું નામ હતા: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવિધાનના નિર્માતા તેવા ડૉ. ભીમરાવ આંબેડકરની 125મી જયંતી પર તેમના જન્મસ્થળ મહૂ પહોંચી તેમની પ્રતિમાને શ્રદ્ધાજલિ અર્પી. અહીં લોકોને સંબોધતા તેમણે કહ્યું કે બાબાસાહેબ એક વ્યક્તિ નહીં પણ એક સંકલ્પનું નામ છે. વધુમાં મોદીએ કહ્યું કે બાબા સાહેબે અન્યાયની સામે લડાઇ લડી અને તેમની આ લડાઇ સમાનતા અને બરાબરી માટેની હતી.

નાગપુરમાં કન્હૈયાના કાર્યક્રમમાં થયો બબાલ, ફેંક્યા પત્થર

નાગપુરમાં કન્હૈયાના કાર્યક્રમમાં થયો બબાલ, ફેંક્યા પત્થર

બાબા સાહેબ આમ્બેડકરની જયંતી પર નાગપુર સ્થિત દીક્ષાભૂમિમાં કાર્યક્રમ આપવા પહોંચેલા જેએનયૂ છાત્રસંધના અધ્યક્ષ કન્હૈયા કુમારના કાર્યક્રમમાં આજે ભારે હંગામો થયો. પ્રદર્શનકારીઓએ કન્હૈયા મુર્દાબાદના નારા લગાવ્યા. વળી કન્હૈયાની ગાડી પર પણ પથ્થર મારો થયો જે બાદ પોલિસે 5 લોકોની અટક કરી છે. વળી કહેવાય છે કે આ કાર્યક્રમમાં પથ્થર બજરંગ દળના લોકોએ ફેક્યાં હતા.

English summary
April 14: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more