સુરતમાં બિલ્ડિંગના 12મા માળેથી યુવતીએ લગાવી મોતની છલાંગ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સુરતમાં બિલ્ડિંગના 12મા માળેથી યુવતીએ લગાવી મોતની છલાંગ

સુરતમાં બિલ્ડિંગના 12મા માળેથી યુવતીએ લગાવી મોતની છલાંગ

સુરતના પટેલ નગર સ્થિત 12 માળની બિલ્ડિંગ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવતા આખા વિસ્તારમાં આ ઘટનાએ ચકચાર મચાવી છે. આજે બપોરે બનેલા આ ઘટનામાં પોલીસે ઘટના સ્થળેથી યુવતીનું ટુ વ્હિલર મળી આવ્યુ હતું. આ ટુ વ્હિલરના નંબરના આધારે પોલીસે યુવતીના ઘર તથા પરિવારની તપાસ આરંભી છે. પોલીસ હાલમાં તપાસ કરી છે કે આ યુવતી અહીં કેવી રીતે આવી અને તેને શું સમસ્યા હતી તેની શોધ ચલાવી રહી છે.

અમદાવાદમાં 108ના સ્ટાફનો માનવતાભર્યો પ્રામાણિક અભિગમ

અમદાવાદમાં 108ના સ્ટાફનો માનવતાભર્યો પ્રામાણિક અભિગમ

ગુજરાતમાં એકસો આઠની સેવા અકસ્માતગ્રસ્તો માટે તથા બીમારીથી પીડાતા લોકો માટે આશીર્વાદ સમાન નીવડી છે. ગઈ કાલે બપોરે બપોરે સુભાષબ્રિજ સર્કલથી આરટીઓ જતા રસ્તે એક બાઈક સવારનો અકસ્માત થતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યુ હતું. અકસ્માતની જાણ થાત આવી પહોંચેલી 108ની ટીમે જાણ્યું કે મૃતક 40 વર્ષીય જીતેન્દ્ર પટેલ રાણીપનાં રહેવાસી છે અને દૂધનાં ધંધા સાથે સંકળાયેલા છે. ઉપરાંત ટીમને તેમની પાસેથી 2 લાખ 95 હજારની રોકડ રકમ મળી આવી હતી જે રકમ 108ની ટીમે પોતાની પાસે લઇને પરિવારનો સંપર્ક થતા પરિવારને પરત આપી હતી.

આણંદ પાસે થયો ગોજારો અકસ્માત, પોલિસ પરિવારનું કરૂણ મોત

આણંદ પાસે થયો ગોજારો અકસ્માત, પોલિસ પરિવારનું કરૂણ મોત

વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા અને નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. પુવાર, તેમની પત્ની ભાવનાબેન અને તેમની પૌત્રી આર્યા એમ ત્રણેય ગુરૂવારે બપોરે વડોદરાથી તેમના વતન જઈ રહ્યા હતા ત્યારે આણંદ પાસેના વાસદ-સારસા રોડ પર આણંદથી વ્હેરાખાડી તરફ આવી રહેલી બીજી એક કાર ઓવરટેક કરવા જતા બંને કાર ધડાકાભેર અથડાઈ હતી. ઘટનામાં એમ. ડી અને તેમની પત્નીનું મોત થયું હતું. પૌત્રી આર્યાને ગંભીર ઈજા પહોંચી હતી. તો બીજા કારમાં સવાર પાંચ યુવકોમાં બે યુવકો ઉજ્જવલ પરસોત્તમ વાઘેલા, મિહીર શેરસિંહ વાઘેલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ફિરોઝભાઈ ઈદ્રીશભાઈ વ્હોરાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વડોદરાના યુવાનનું પાવાગઢની ખીણમાં પટકાતા મોત

વડોદરાના યુવાનનું પાવાગઢની ખીણમાં પટકાતા મોત

વડોદરાના પારુલપાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર પાવાગઢ આવ્યો હતો. ત્યારે દર્શન કરીને નીચે ઉતરતા એક કિશોર અઢી હજાર ફુટ ઊંડી ખીણમાં યુવાન ખાબકયો હતો. ખીણના ખાબકેલા 21 વર્ષીય યુવકનું નામ યુવાનનું નામ હેમંતગિરી રવીન્દ્રગિરી છે. યુવકને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગ્રેડ અને એનડીઆરએફની મદદ લેવાઇ હતી. વન વિભાગ પણ બચાવ કામગીરીમાં જોડાયો હતો. ઘણી જહેમત બાદ ગત મોડી સાંજે સાંજના સાત વાગ્યા બાદ ખૂણિયા મહાદેવ પાસેથી યુવાનની લાશ મળી આવી હતી.

પરિણીતા સાથે પ્રેમ થયા બાદ યુવકે પરિણીતાની હત્યા કરી કર્યો આપઘાત

પરિણીતા સાથે પ્રેમ થયા બાદ યુવકે પરિણીતાની હત્યા કરી કર્યો આપઘાત

ડીસાના દેવિકાબેન વાલ્મીકીનાં લગ્ન સમાજના રીત-રીવાજ મુજબ 22 વર્ષ અગાઉ થયા હતા. લગ્નથી તેમને બે પુત્રો અને એક પુત્રી પણ છે. પણ પતિના બીજા લગ્ન બાદ તે છેલ્લા 15 વર્ષથી પિયર ડીસામાં રહેતા હતા. આ દરમ્યાન તેમના જ સમાજના કનુભાઈ વાલ્મીકીથી પ્રેમ સબંધ બંધાયા હતા. પણ સંતાનોને કારણે કનુભાઈને મળવાનું છોડ્યું હતું આથી રોષે ભરાયેલા કનુભાઇએ છેલ્લીવાર મળવાનું કહી ડીસાના લોહાણા સમાજની વાડીમાં બોલાવી તેમની પર તીક્ષ્ય હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યાર બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ પોતે આત્મહત્યા કરી લીધી હતી.

રાજકોટમાં ગુજરાત લાયન્સ બોલાવી જીતની ધડધડાટી

રાજકોટમાં ગુજરાત લાયન્સ બોલાવી જીતની ધડધડાટી

રાજકોટમા ખંઢેરી સ્ટેડિયમમાં હોમ ગ્રાઉન્ડ ઉપર રમતા ગુજરાત લાયન્સની ટીમે ધડધડાટી બોલાવીને પૂણે સુપર જાયન્ટસને 7 વિકેટે માત આપી હતી. ટોસ જીતીને પૂણે જાયન્ટસે પહેલા બેટિંગ ઉપર પસંદગી ઉતારીને 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત લાયન્સ તરફથી એરોન ફિન્ચના 50 અને મેક્કુલમના 49 રનની મદદથી 12 બોલ બાકી રહેતા જ મેચને 7 વિકેટે પોતાના નામે કરી લીધી હતી. આ મેચ જોવા આવેલા રાજકોટ વાસીઓ પણ હરખાઈ ગયા હતા અન ખુશીની ચિચિયારીઓથી સ્ડેટિયમ ગજાવી મૂક્યું હતું. ગુજરાત લાયન્સના ખોલાડીઓએ પણ એકબીજાને કેક ખવડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો.

જંબુસરમાં 4 વર્ષના માસૂમની સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય બાદ હત્યા

જંબુસરમાં 4 વર્ષના માસૂમની સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય બાદ હત્યા

ભરૂચ જિલ્લાના જંબુસરમાં આવેલાં પિલુદરા ગામમાં ચાર વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યા બાદ તેની હત્યાની ઘટના બહાર આવી છે. પિલુદરા મહાદેવ મંદિરના પૂજારી, પ્રવિણગીરી ગોસાઇનો 4 વર્ષને ગામમાં જ રહેતાં શંભુ રાયસિંગ પઢિયાર આઇસ્ક્રીમ ખાવાના બહાને લઈ ગયા હતા. જે બાદ ગામમાં આવેલાં તળાવ પાસે પીરની દરગાહ પાછળથી રોહિતનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસ બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરી તેની નિર્મમ હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ મૃતકના પિતા પ્રવિણગીરી ગોસાઇની ફરિયાદના આધારે પોલીસે શંભુ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X