For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેનની આંદોલનની ટિપ્પણીની કોંગ્રેસ સહિત ઠેર ઠેર ટીકા

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આજે મહેસાણા તથા અમદાવાદમાં અશતઃ શાંતિ

આજે મહેસાણા તથા અમદાવાદમાં અશતઃ શાંતિ

ગઇ કાલે એસપીજીના જેલ ભરો આંદોલનન તથા પોલીસના લાઠી ચાર્જને પગલે વકરેલી તંગ પરસ્થિતિને પરિણામે એસપીજી ને પાસે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. જો કે ગુજરાત ભરમાં ચાલી રહેલી પરીક્ષાને પગલે તેને અશતઃ સફળતા મળી હતી. અમદાવાદમાં બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે જો કે સવારના સમયે બીઆરટીએસ તથા એએમટીએસ શાંતિપૂર્વક ચાલી હતી. પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં પણ 144ની કલમ પાછી ખેંચવામાં આવી હતી. સવાર સુધી વાતાવરણ શાંતિપૂર્વકનું રહ્યું હતું. તો ગઇ કાલે સુરતમાં પોલીસે વરાછા વિસ્તારમાં તોટફોડ કરનારા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે

આનંદીબેનની આંદોલનની ટિપ્પણીની કોંગ્રેસ સહિત ઠેર ઠેર ટીકા

આનંદીબેનની આંદોલનની ટિપ્પણીની કોંગ્રેસ સહિત ઠેર ઠેર ટીકા

એક તરફ મહેસાણામાં ગઈ કાલે ભારેલા અગ્ન જેવી સ્થિતિ હતી ત્યારે વલસાડ જિલ્લામાં એક કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટીદાર આંદોલન મુદ્દે 'આવા આંદોલનો તો ચાલ્યા જ કરે' અમારું કામ સેવાનું છે એવું નિવેદન આપ્યું હતું. જોકે આ નિવેદનની ઓડિયો ક્લિપ વાઇરલ બનતા ઠેર ઠેર તેની ટીકા થઈ રહી છે કોંગ્રેસની શંકરસિંહ વાઘેલા , શક્તિ સિંહ સહિત પાટીદાર અગ્રણીઓએ આ નિવેદનની ભારોભાર ટીકા કરી છે. પાટીદાર અગ્રણીઓની માંગ કરી હતી કે આનંદીબહેન આ નિવેદન પાછું ખેંચે .

 હાલોલમાં પાટીદોરાના ચક્કાજામ બાદ પોલીસે 15ની અટક

હાલોલમાં પાટીદોરાના ચક્કાજામ બાદ પોલીસે 15ની અટક

મહેસાણાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે ત્યારે આજે પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના ખડકી ગામ પાસેના ટોલનાકાએ રવિવારના રોજ પાટીદારોએ ચક્કાજામ કર્યો હતો. પાટીદારોના ચક્કાજામના પગલે દોડી આવેલી પોલીસે 15 પાટીદારોની અટકાયત કરી હતી. પાટીદાર આગેવાનોએ રસ્તા પર બેસીને જ ભારે વિરોધ વ્યકત કરતાં વડોદરા-ગોધરા વચ્ચેનો વાહન વ્યહવારને ખોરવાયો હતો. જોકે થોડી વારમાં પરિસ્થિતિ કાબૂમાં આવી જતા લોકો રોજિંદા કામમાં પરોવાઈ ગયા હતા.

ગાંધીધામના પાટીદાર કન્વીનર ઇજાગ્રસ્ત, કચ્છમાં ચાંપતો બંદોબસ્ત

ગાંધીધામના પાટીદાર કન્વીનર ઇજાગ્રસ્ત, કચ્છમાં ચાંપતો બંદોબસ્ત

રવિવારે કચ્છ જિલ્લાના પાટીદાર સમિતિના કન્વીનર ગાંધીધામના મુકેશ પટેલ મહેસાણામાં જેલ ભરો આંદોલનમાં સામેલ થયા હતા. પોલીસે ફેંકેલા ટીયર ગેસના સેલથી તે ઇજાગ્રસ્ત થયા હતા. જેના પગલે સોમવારે પાટીદાર સમિતિ દ્વારા કચ્છમાં દરેક તાલુકા મથકે પોલીસે કરેલા બળપ્રયોગ સામે વિરોધ નોંધાવવા આવેદનપત્ર આપવાન નક્કી કરવામાં આવ્યુ છે. તે સંદર્ભે પશ્ચિમ કચ્છના પોલીસ વડા મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાત બંધના દિવસે સોમવારે કચ્છમાં શાંતિ જળવાઇ રહે તે માટે ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાશે.પૂર્વ કચ્છના પોલીસવડા જી.વી.બારોટે કહ્યું હતું કે, પૂર્વ કચ્છમાં સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવાયા છે.

સુરતમાં પોલીસ દમન બાદ વધુ એક પાટીદાર યુવકનો આપઘાત

સુરતમાં પોલીસ દમન બાદ વધુ એક પાટીદાર યુવકનો આપઘાત

સુરતના પૂણા વિસ્તારમાં રહેતા સત્યાવીસ વર્ષીય પાટીદાર યુવાન ભાવિન મનસુખ ખુંટે પોલીસ દમન બાદ ઘરે જઇને અનાજમાં નાખવાની દવા ખાઇ લીધી હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મધરાત્રે તેનું અવસાન થયું હતું. આજે બપોરે ચાંપતા બંદોબસ્ત સાથે યુવાનની અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી. ભાવિન પાસનો સક્રિય કાર્યકર હતો. રવિવારે પણ તે જેલ ભરો આંદોલનમાં જોડાયો હતો અને ધરપકડ વહોરી હતી.

સુરતમાં પણ લાગી 144ની કલમ

સુરતમાં પણ લાગી 144ની કલમ

પાટીદાર આંદોલન બાદ સુરત જિલ્લામાં કલમ 144 અને 37(1)(2) લાગુ પાડવામાં આવી છે. આ કલમ 24 એપ્રિલ સુધી લાગુ રહેશે. કલમ 144 અંતર્ગત કોઈ પણ સ્થળ પર ચાર કે તેથી વધુ વ્યક્તિઓનું ટોળુ ભેગુ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. કાયદોને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આ કલમ લગાવવામાં આવી છે.

રવિન્દ્ર રીવાબાના રિસેપ્શનનમાં સગાવ્હાસા સાતે ઉમટી જાણીતી હસ્તીઓ

રવિન્દ્ર રીવાબાના રિસેપ્શનનમાં સગાવ્હાસા સાતે ઉમટી જાણીતી હસ્તીઓ

રવિન્દ્ર જાડેજા તથા રીવાબાના લગ્ન બાદ એક ગ્રાન્ડ રિસેપ્શ યોજાયું હતુ. જેમા ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી તો કોંગ્રેસના શક્તિસિંહ સહિતના અગ્રણીઓ પધાર્યા હતા.

ગુજરાત લાયન્સ ખેલાડીઓએ જાડેજા લગ્નમાં બાંધ્યા સાફા

ગુજરાત લાયન્સ ખેલાડીઓએ જાડેજા લગ્નમાં બાંધ્યા સાફા

રવિન્દ્ર જાડેજાના તથા રીવાબાના ગ્રાન્ડ રિસેપ્શનમાં ગુજરાત લાયન્સના ખેલાડીઓ પણ જોડાયા હતા. રીવાબા ઇન્ડો વેસર્ટન ગાઉન તથા રજવાડી મંગળસૂત્રમાં સજજ જોવા મળ્યા હતા. ત્યાં જ આ પ્રસંગે ગુજરાત લાયન્સના ખેલાડીઓ માથે સાફા બાંધીને આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આંદોલન બાદ પરીક્ષા કરાઇ મોકૂફ તો બસોના રૂટ બદતા લોકોને હાડમારી

આંદોલન બાદ પરીક્ષા કરાઇ મોકૂફ તો બસોના રૂટ બદતા લોકોને હાડમારી

મહેસાણામાં પાટીદાર આંદોલન બાદ ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. બંધના એલાનની મોટા શહેરોમાં ઓછી અસર જોવા મળી છે. પરંતુ નાના શહેરો અને પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં અસર જોવા મળી છે. ઉત્તર ગુજરાતના થરાદ એસટી ડેપોની તમામ રૂટ બંધ કરાતા મુસાફરો રઝળી પડ્યા હતા. તો ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા કેટલીક પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી.

રીવાબાને માતાએ ભારે હૃદયે તો પિતાએ હસતા મુખે આપી વિદાય

રીવાબાને માતાએ ભારે હૃદયે તો પિતાએ હસતા મુખે આપી વિદાય

ગઈ કાલે રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જીવન સંગિની રીવા બા સાથે પરિણય સૂત્રમાં બંધાયો હતો. ચારે તરફ હસી ખુશીના માહોલ વચ્ચે રીવા બાની વિદાય સમયે વાતાવરણ ભારેખમ બની ગયુ હતું. રીવા બાના માતા પ્રફુલ્લા બાએ દીકરીને ભાર હૃદયે અને ચોધાર આસું સાથે વિદાય આપી હતી તો પિતાએ કઠણ હૃદયે દીકરીને વિદાય આપી હતી. વિદાય બાદ રીવાબા વેલ સાથે વિદાય થયા અને ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા સાથે પરંપરાગત લગ્ન વિધીથી જોડાયા હતા.

પંકજા મુંડાના મેકઅપે દુકાળની સેલ્ફીને કરી ખરાબ

પંકજા મુંડાના મેકઅપે દુકાળની સેલ્ફીને કરી ખરાબ

મહારાષ્ટ્ર સરકારની મંત્રી પંકજા મુંડે ફરી એકવાર વિવાદોમાં છે. પંકજા હાલ લાતૂરના દુકાળગ્રસ્ત વિસ્તારોના પ્રવાસ પર હતી. જ્યાં તેણે દુકાળગ્રસ્ત વિસ્તારોના બ્રેકગ્રાઉન્ડ સાથે સેલ્ફી લઇ પોતે જ ટ્વિટ કરી. જે બાદ સોશ્યલ મીડિયા અને વિપક્ષ પોતાની આ મામલે પોતાની નારજગી વ્યક્ત કરી . એનસીપી પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે સરકાર દૂકાળને લઇને ગંભીર નથી અને મંત્રી સેલ્ફી લેવામાં વ્યસ્ત છે.

છપરા કોર્ટમાં માનવ બોમ્બ બની આવી મહિલા, 5 ઇજાગ્રસ્ત

છપરા કોર્ટમાં માનવ બોમ્બ બની આવી મહિલા, 5 ઇજાગ્રસ્ત

બિહારના છપરાવ્યવહાર ન્યાયાલયમ પરિસરમાં એક મહિલા ઓછી તીવ્રતાવાળો માનવબોમ્બ ફોડતા ભાગદોડ મચી ગઇ હતી. આ મહિલા પોતે જ આ બોમ્બ પહેરી આવી હતી. જે કોર્ટમાં હાજર થનાર એક કેદીની હત્યા કરવાના વિચાર સાથે અહીં આવી હતી. આ ધટનામાં પાંચ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

English summary
April 18: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X