ગાંધીનગર ચૂંટણી પૂર્ણ, લાલજીની ધરપકડની અટકળો

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ગાંધીનગર ચૂંટણી પૂર્ણ, લાલજીની ધરપકડની અટકળો

ગાંધીનગર ચૂંટણી પૂર્ણ, લાલજીની ધરપકડની અટકળો

ગાંધીનગરમાં મનપાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકાર લાલજી ફરતો સંકજો મજબૂત કરી શકે છે અને લાલાજી તથા રેશ્મા સહિતના પાટીદાર નેતાઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ છે ગાંધીનગરની ચૂંટણીમાં પાટીદોરાની ધરપક઼ડને લીધે નકારાત્મક અસર પડે તેવી શકયતાને જોતા સરકારે ધરપકડ કરી નહોતી. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં જેલભરો આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસા પછી મહેસાણા પોલીસે પાટીદાર નેતાઓ સામે હત્યાનો પ્રયાસ સહિતના કલમો સાથે ફરિયાદ કરી હતી. જોકે, આ ફરિયાદ દાખલ કર્યા પછી એક પણ પાટીદાર નેતાની ધરપકડ કરવામાં આવી નહોતી.

આઇપીએલમાં ગુજરાત લાયન્સનો જીતનો દબદબો યથાવત

આઇપીએલમાં ગુજરાત લાયન્સનો જીતનો દબદબો યથાવત

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઇપીએલ-9માં ગુજરાત લાયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને રોમાંચક મેચમાં 6 વિકેટે હરાવ્યું હતું. જેના પરિણામે ક્રિકેટ રસિયાઓ હરખઆઈ ઉઠ્યા હતા. અને હોમ ગ્રાઉન્ડ ઉફર રમી રહેલા દેશના તથા વિદેશના ખેલાડીઓની ચિચિયારીઓ પાડીને પાનો ચઢાવ્યો હતો. તો વિરાટ કોહલીની સદીને પણ પ્રેક્ષક ગણે હરખથી વધાવી લીધી હતી. જોકે આ વિજય દ્વારા ગુજરાત લાયન્સની ટીમ પોઇન્ટમાં ટોપના સ્થાને પહોંચી છે

પીજીમાં રહેતા યુવાનોના એપાર્ટમેન્ટમાં લાગી આગ

પીજીમાં રહેતા યુવાનોના એપાર્ટમેન્ટમાં લાગી આગ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સ્વપ્ન ઇન્ફાસ્ટકચરના નામના બિલ્ડિંગના ચોથા માળે પેઇંગ ગેસ્ટ માટેની રહેણાંક વ્યવસ્થા તથા ઓફિસ છે. રવિવારે પીજી વિભાગમાં અચાનક આગી લાગી હતી. બિલ્ડિંગની દિવાલ કાચની હોવાથી આગન પગલે કાચ ધડાધડ ફૂટીને નીચે પડ્યા હતા. વળી આગને કાબુમાં લેવા હાઇડ્રોલિક ટેન્કર મંગાવાયુ હતું.

મોનિંગ વોક કરવા નીકળેલા ઉપલેટાના શિક્ષકનો આપઘાત

મોનિંગ વોક કરવા નીકળેલા ઉપલેટાના શિક્ષકનો આપઘાત

ઉપલેટાની મ્યુનિસિપલ કોલેજના ગ્રાઉન્ડમાં વહેલી સવારે મોનિંગ વોક કરવા આવેલા શિક્ષકે ગ્રાઉન્ડના ઝાડ ઉપર દોરી બાંધીને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર છત્રીસ વર્ષીય શિક્ષક પરબતભાઈ દેવાભાઈ બંકાગા અને તેના પત્ની મનિષાબેન શિક્ષક છે. અને તેમને એક પુત્ર પણ છે. મૃતક ભાઈ પરિવારમાં સૌથી મોટા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક વિગતો નોઁધી લાશને પીએમ મોટે મોકલી આપી હતી.

સુરતમાં ત્રણ સંતાનોના પિતાએ કિશોરી ઉપર આચર્યું દુષ્કર્મ

સુરતમાં ત્રણ સંતાનોના પિતાએ કિશોરી ઉપર આચર્યું દુષ્કર્મ

સુરતના સચિનમાં રહેતી ચાની લારી ચલાવતી મહિલાની પંદર વર્ષીય કિશોરી ઉપર ત્રણ સંતાનોના આધેડ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ ઘટનામાં આરોપીની ધરપકડ કરી હતી. પીડિતાની માતાના જણાવ્યા પ્રમાણે તેની દીકરીને 10 દિવસ પહેલા અરવિંદ ઉર્ફે રાજુ તિવારી નામનો રિક્ષાચાલક ભગાડી ગયો હતો ત્યાર બાદ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ઘરી હતી. અને દસ દિવસ બાદ આરોપીને તેના વતન ઉત્તર પ્રદેશમાંથી ઝડપ્યો હતો. અને કિશોરીને તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી.

જેલભરો આંદોલનમાં જેલમાં ગયેલા 19 પાટીદાર યુવકોને મુક્ત કરાયા

જેલભરો આંદોલનમાં જેલમાં ગયેલા 19 પાટીદાર યુવકોને મુક્ત કરાયા

જેલભરો આંદોલન દરમિયાન મહેસાણા અને સુરતમાં જે હિંસક અથડામણ થઇ હતી. તેમાં સુરતમા થયેલી અથડામણમાં પોલીસે કામગીરી કરતા 60 જેટલા પાટીદારોને કૉર્ટમાં રજૂ કર્યા હતા. જોકે સુરત સેશંસ કોર્ટે તમામ પાટીદારોને શરતી જામીન મંજૂર કરીને જેલમુક્ત કરવાનો આદેશ કર્યો છે. કૉર્ટના હુકમને માન્ય રાખીને પોલીસે 19 જેટલા પાટીદારોને જેલમુક્ત કર્યા હતા. કૉર્ટે સૂનાવણી દરમિયાન કહ્યું હતું કે તમામ રહેવાસીઓ સ્થાનિક હોવાથી તમામે તમામ લોકોએ ટ્રાયલ દરમિયાન હાજર રહેવું પડશે.

સાવરકુંડલાનો ડેમ ટેકનિકલ ખામીને લીધે સૂકાયો, ખેડૂતો ત્રસ્ત

સાવરકુંડલાનો ડેમ ટેકનિકલ ખામીને લીધે સૂકાયો, ખેડૂતો ત્રસ્ત

સાવરકુંડલાની જીવાદોરી સમાન શેલ દેદુમલ ડેમ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ટેકનિકર ખામીને લીધે સાવ ખાલી ખમ થઈ ગયો છે. કેનાલમાં જવાના એસ.આર. ના લિકેજિંગને કારણે પુષ્કળ પ્રમાણનાં મહામૂલુ પાણી વહી ગયું છે. ડેમમાં કેનાલનું મૂકેલું ભૂંગળું જેને એસ.આર. તરીકે ઓળખવામાં આવે છે તેની રબ્બરની રીંગ ખરાબ હોવાને કારણે લાખો લીટર પાણી વહી ગયું છે. ડેમ ખાલી થતા પાણીની સ્થિતિ વિકટ બની છે અને ખેડૂતો તથા નાગરિકો આ બબાતે રજૂઆત કરીને ત્રસ્ત થઈ ગયા છે. જ્યારે સિંચાઈ વિભાગના અધિકારી ઢીલા આશ્વાસનો આપી રહ્યા છે.

પરેશ રાવલે કેજરીવાલને કહ્યું સોરી

પરેશ રાવલે કેજરીવાલને કહ્યું સોરી

દિલ્હીમાં હાલ ઓડ ઇવન નિયમ લાગુ છે. ત્યારે ભાજપના સાંસદ પરેશ રાવલ આજે સંસદ ભવનમાં પોતાની ઇવન નંબર વાળી કારમાં આવી પહોંચતા મીડિયાની નજરોમાં પકડાઇ ગયા હતા. જો કે તેમણે તરત આ વાતની જાણ થતા ટ્વિટર પર આ અંગે કેજરીવાલ અને દિલ્હીના લોકોની માફી માંગી હતી.

અમદાવાદમાં ફતેહ અલીના કાર્યક્રમ અંગે શિવસેના નોંધાવ્યો વિરોધ

અમદાવાદમાં ફતેહ અલીના કાર્યક્રમ અંગે શિવસેના નોંધાવ્યો વિરોધ

શિવસેનાએ ગુલામ અલી પછી પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનના કાર્યક્રમનો પર પણ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં ફતેહ અલીના કાર્યક્રમના પોસ્ટર શિવસેના દ્વારા આજે ફાડવામાં આવ્યા હતા. અને આ કાર્યક્રમને રોકવાની માંગ શિવસેના દ્વારા આયોજકોને કરવામાં આવી હતી.

ડ્રોન હુમલામાં માર્યો ગયો ભારતનો ISIS ચીફ રિક્રૂટર

ડ્રોન હુમલામાં માર્યો ગયો ભારતનો ISIS ચીફ રિક્રૂટર

ભારતમાં આતંક ફેલવવામાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયા (ISIS)ની મદદ કરનાર આંતકી મોહમ્મદ શફી અરમારને સીરિયામાં અમેરીકી ડ્રોન હુમલા દ્વારા મારી નાંખવામાં આવ્યો છે તેવા ખબર આવ્યા છે. મોહમ્મદ શફી ભારતમાં આઇએસઆઇએસનો રિક્રૂટર હતો. સુત્રોના કહેવા મુજબ મોહમ્મદ 30 આતંકી ટીમ અને 700 વધુ આતંકીઓ સાથે જોડાયેલો હતો. મૂળ કર્ણાટકના ભટકલનો રહેવાસી શફી સંગઠન માટે ભારતની ફંડ અને યુવાનો લાવવાનું કામ કરતો હતો.

ચીનના દબાવમાં ભારતે બળવાખોર નેતા ઇસાનો વીઝા રદ્દ કર્યો

ચીનના દબાવમાં ભારતે બળવાખોર નેતા ઇસાનો વીઝા રદ્દ કર્યો

ભારતે ચીનમાં પ્રતિબંધિત ઉઇગર નેતા ડોલ્કન ઇસાનો વીઝા રદ્દ કર્યો છે. તે અહીં ધર્મશાળામાં શરૂ થનાર એક કાર્યક્રમમાં હાજર થવા આવવાના હતા. તેમણે ઇ ટૂરિસ્ટ વીઝા દ્વારા અરજી કરી હતી. પણ હવે તે રદ્દ થઇ ગયો છે. કહેવાય છે કે તેમની સામે રેડ કોર્નર નોટિસ છે. તો સુત્રોનું તે પણ માનવું છે ચીની દબાવના કારણે કેન્દ્ર સરકારને આવું કરવું પડ્યું છે.

મુંબઇ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટના 8 આરોપીને છોડ્યા

મુંબઇ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટના 8 આરોપીને છોડ્યા

મુંબઇની સ્થાનિક કોર્ટે વર્ષ 2006માં થયેલા માલેગાંવ બ્લાસ્ટના આઠ આરોપીઓને તેમના આરોપોમાંથી મુક્ત કરી છૂટા કર્યા છે. નોંધનીય છે કે તેમની પર લશ્કર એ તોયબા જેવા આતંકી જૂથ સાથે જોડાવાના આરોપો હતા. ત્યારે મુક્ત થયેલા આરોપીઓ પોતાને યોગ્ય ન્યાય મળ્યો હોવા માટે ખુશી વ્યક્ત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X