For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણામાં આંદોલનના આરોપી પાટીદારોને સાબરમતી જેલમાં ખસેડાશે

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ધ્રાંગધ્રામાં 300 ફૂટ ઉંડા બોરવેલમાં ખાબકેલી બાળકીનું થયું મોત

ધ્રાંગધ્રામાં 300 ફૂટ ઉંડા બોરવેલમાં ખાબકેલી બાળકીનું થયું મોત

ધ્રાંગધા તાલુકાના ઘનશ્યામગઢ ગામે વાડીમાં રહી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની દેવીસીંગભાઈની અઢી વર્ષની દીકરી ફૂલકી સાંજના સમયે રમતા રમતા 300 ફૂટ ઊંડા બોરમાં પડી ગઈ હતી. જેને કલાકોની મહેનત બાદ બહાર કાઢવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે બાળકીને બચાવવા ગ્રામજનો સાથે, અમદાવાદ રેસ્ક્યુ ટીમ સહીત મામલતદાર, અમદાવાદના ફાયર ફાયટર, પોલીસ કાફલો અને એન.ડી.આર.એફની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. દસ કલાકની ભારે જહેમત બાદ બાળકીને જીવતી કાઢવામાં આવી હતી, પરંતુ સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલએ ખસેડ્યા બાદ સારવાર દરમિયાન બાળકીનુ મોત નીપજ્યું હતું. જેથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે

જામનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત જળયાત્રામાં 50ની અટકાયત

જામનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત જળયાત્રામાં 50ની અટકાયત

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા આજે જલયાત્રાનું આયોજન કરવામા આવ્યું હતું તેમાં પચાસથી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જામનગરમાં કોંગ્રેસ જળયાત્રા આયોજિત કરી હતી. જોકે કોંગ્રેસની આજની જલયાત્રાને વહીવટીતંત્ર દ્રારા મંજૂરી અપાઈ ન હોવાથી યાત્રા કાઢે તે પહેલા જ અટકાવવામાં આવી હતી. પોલીસ દ્રારા પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કોંગ્રેસના હોદેદારો સહિત પચાસથી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

મહેસાણામાં આંદોલનના આરોપી પાટીદારોને સાબરમતી જેલમાં ખસેડાશે

મહેસાણામાં આંદોલનના આરોપી પાટીદારોને સાબરમતી જેલમાં ખસેડાશે

મહેસાણામાં જેલભરો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે આંદોલન હિંસક બનતા પાટીદારોએ પોલીસ ઉપર પત્થર મારો કર્યો હતો અને જાહેર સંપત્તિને નુકશાન કર્યું હતું. પોલીસે આ હિંસક આંદોલન માટે જવાબદાર એવા 19 પાટીદારોને રિમાંડમાં લીધા હતા. સોમવરે પાટીદારોના રિમાંડ પૂર્ણ થતાં તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ સુરક્ષાના કારણોસર તેમને અમદાવાદની સાબરતી જેલમાં ખસેડવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

દાઉદને ગેંગરીન છે તે વાત પર ડી કંપનીએ નનૈયો ભર્યો

દાઉદને ગેંગરીન છે તે વાત પર ડી કંપનીએ નનૈયો ભર્યો

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ અબ્રાહિમ અંગે એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેના આખા શરીરમાં ગેગરીન ફેલાઇ ગયું છે અને તે ગંભીર રીતે બિમાર છે જે પર દાઉનનો ડાબો હાથ મનાતા છોટા શકિલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા સ્પષ્ટતા કરી છે આ તમામ ખબરો ખોટી છે અને દાઉદ સ્વસ્થ છે.

સરકારી વેબસાઇટ પર લાગી સની લિયોનીની ટોપલેસ તસવીર

સરકારી વેબસાઇટ પર લાગી સની લિયોનીની ટોપલેસ તસવીર

ગ્રેટ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પેરેશનની વેબસાઇટ પર એક્સ પોર્ન સ્ટાર સની લિયોનીની ન્યૂટ તસવીરો દેખાવા લાગતા હૈદરાબાદ નગર નિગમને ભોંઠા પડવાનો વારો આવ્યો હતો. જો કે ભારે મુશ્કેલી બાદ અધિકારીઓએ આ તસવીરોને સાઇટ પરથી દૂર કરવામાં સફળતા મળી હતી.

મીઠા પર પાંચ ટકા વેટના વિરોધમાં જાહેર કરેલી હડતાળ મોકૂફ

મીઠા પર પાંચ ટકા વેટના વિરોધમાં જાહેર કરેલી હડતાળ મોકૂફ

મીઠાના ઉત્પાદકોની હડતાલને રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલના આશ્વાસન બાદ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 27મીના રોજ મળનારી બેઠકમાં આ અંગેનો સુખદ નિર્ણય આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં 86 વર્ષ બાદ ફરીથી મીઠા પર કરનું ગ્રહણ લાગ્યું હતું. સરકારે મીઠા પર પાંચ ટકાનો વેટ નાંખ્યો છે વેટના નામે અધિકારીઓની પજવણીને કારણે વેપારી વર્ગે હડતાળની જાહેરાત કરી હતી જે હાલ પૂરતી મોકૂફ રહી છે.

English summary
April 26: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X