For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દમણ રેપ કેસમાં તમામ 11ને છોડી મૂકાયા

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અસ્થિર મગજની માતા ચાર દિવસ પુત્રની લાશ સાથે ઘરમાં પૂરાઈ રહી

અસ્થિર મગજની માતા ચાર દિવસ પુત્રની લાશ સાથે ઘરમાં પૂરાઈ રહી

વડોદરામાં બનેલી ઘટનામાં વૃદ્ધ માતાએ ચાર દિવસ સુધી પુત્રની લાશ સાથે ઘરમાં પૂરાઈ રહી હોવાની વિગતો બહાર આવી છે. વડોદરાના દિવાળીપુરામાં રહેતા અમદાવાદના જીઓલોજી વિભાગના 60 વર્ષિય નિવૃત્ત અધિકારી છોટનભાઇ બુહાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. ઘરમાંથી અતિશય દુર્ગધ આવતા પાડોશીઓએ ફાયરન જાણ કરી હતી. જો કે પોલીસના કહેવા છતાં 82 વર્ષીય વૃદ્ધાને દરવાજો ના ખોલતા ફાયરના જવાન દરવાજો તોડીને ઘર ગયા ત્યારે ઘરમાં લોહી ફેલાયેલું હતું તથા અતિશય દુર્ગંધ મારી રહી હતી. ચિફ ફાયર ઓફિસર ઓમ જાડેજા તથા પોલીસે લાશે બહાર કાઢી હતી અને વૃદ્ધાને પણ પરાણે બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી.

દમણમાં બ્યુટીપાર્લરના નામ ચાલતુ કૂટણખાનું ઝડપાયું

દમણમાં બ્યુટીપાર્લરના નામ ચાલતુ કૂટણખાનું ઝડપાયું

નાની દમણમાં રોઝી નામની મહિલા દ્વારા ચલાવાતા ઝીલ બ્યુટીપાર્લર પર પોલિસની રેડ પડી હતી. જેમાં બ્યુટીપાર્લરની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું ઝડપાયું હતું. માત્ર પંદર દિવસ પહેલા જ આ બ્યુટી પાર્લર શરૂ કરવામાં આવ્યું હતું. નાની દમણ પોલીસ સ્ટેશનમાં કલમ 3, 4, 5, 7, ઈમોરટલ ટ્રાફિક પ્રીવેન્શન એકટ 1956 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા એક બનાવટી ગ્રાહક મોકલીને દેહ વેપારનો પર્દાફાશ કરવમાં આવ્યો હતો. જેમાં મુંબઈ અને સુરતની બે યુવતીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

દમણ રેપ કેસમાં તમામ 11ને છોડી મૂકાયા

દમણ રેપ કેસમાં તમામ 11ને છોડી મૂકાયા

દમણની યુવતી ઉપર આણંદમાં થયેલા ગેંગ રેપના બનાવમાં પોલીસે તમામ 11 વિદ્યાર્થીઓને શરતી મુક્તી આપી છે. તો બીજી તરફ પોલીસ પીડિતાના તબીબી રિપોર્ટની રાહ જોઈ રહી છે આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કામગીરી થઈ શકશે. વળી આણંદમા જ્યાં આ ઘટના બની હતી તે ફલેટના માલિક વહીદખાન ઈન્દુખાં રાણા જોઓ હાલ બોરસદમાં રહે છે . તેમની વિરૂદ્ધ જાહેરનામાં ભંગની કલમ 188 વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

અ'વાદના યુવકે ડ્રગ માફિયાથી ત્રાસ ગોવામાં કર્યો આપધાત

અ'વાદના યુવકે ડ્રગ માફિયાથી ત્રાસ ગોવામાં કર્યો આપધાત

અમદાવાદના નરોડાના કૃષ્ણનગરના પરીશ્રમ વિભાગ એકમાં રહેતા કુલદીપ રાઠોડે ગોવાના પણજીમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે આ બનાવ 23 એપ્રિલે બન્યો હતો. ત્યાર બાદ હોટેલના માલિકોએ કુલદીપના અમદાવાદના ઘરે જાણ કરી હતી. ગોવા પોલીસની તપાસ દરમિયાન કુલદીપ રાઠોડની લાશ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી ન હતી. જેથી પોલીસે હાલ ઘટના અંગે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક વિગતો અનુસાર કેટલાક ડ્રગ માફિયાઓ કુલદીપને ડ્રગ વેચવા માટે દબાણ કરતા હોવાથી યુવકે આપઘાત કર્યો હોવાની શંકાના આધારે ગોવા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં જળસંકટ ઘેરું બનતા, કાર ને બાઇક સાફ કરવા પર દંડ

રાજકોટમાં જળસંકટ ઘેરું બનતા, કાર ને બાઇક સાફ કરવા પર દંડ

રાજકોટમાં જળસંકટ વધુ ઘેરું બન્યું છે. ત્યારે રાજકોટની પરાપીપળિયા સોસાયટીમાં રહેતા આશરે 600 કરતા વધુ પરિવારોને દર બે દિવસે પાણી આપવામાં આવે છે. પાણીની અછતને ધ્યાનમાં રાખતા મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ આજે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના કોર્પોરેટરોની એક બેઠક પણ બોલાવી છે. જેમાં નવા નિયમ મુજબ પાણી બચાવો અભિયાન હેઠળ કાર અને બાઇક પાણીથી સાફ કરનાર વ્યક્તિને દંડ ભરવો પડશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદ કસ્મટ વિભાગે ઝડપ્યું 5.97 લાખ કિંમતનું સોનું

અમદાવાદ કસ્મટ વિભાગે ઝડપ્યું 5.97 લાખ કિંમતનું સોનું

અમદાવાદ કસ્મટ વિભાગે અમદાવાદ આંતરાષ્ટ્રિય એરપોર્ટ પરથી અંદાજે 5.97 લાખ કિંમતનું સોનું એક ઇસમ પાસેથી પકડ્યું છે. મૂળ રાજસ્થાનના રહેવાથી તેવા કુવૈતથી આવેલા આ ઇમસ પાસેથી કસ્ટમ વિભાગે 201.7 ગ્રામ સોનું ઝડપી પાડ્યું છે.

ભારતે આજે સફળતા પૂર્વક લોન્ચ કર્યું જીપીએસ નાવિક

ભારતે આજે સફળતા પૂર્વક લોન્ચ કર્યું જીપીએસ નાવિક

ઇસરોએ આજે શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક ભારતનું પહેલું જીપીએસ સેટેલાઇટને લોન્ચ કર્યું હતું. ઇસરોએ આ જીપીએસ સિસ્ટમનું નામ નાવિક આપ્યું છે. શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલ આ સેટેલાઇટના કારણે હવે આપણે ગૂગલના જીપીએસ સિસ્ટમ પર નિર્ભર નહીં રહેવું પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સેટેલાઇટના સફળતાપૂર્વક લોન્ચ થયા બાદ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે.

દંડાત્મક કાર્યવાહીના વિરોધમાં ભૂખ હડતાલ પર બેઠા કન્હૈયા-ઉમર-ખાલિદ

દંડાત્મક કાર્યવાહીના વિરોધમાં ભૂખ હડતાલ પર બેઠા કન્હૈયા-ઉમર-ખાલિદ

બુધવાર રાત્રે વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ કન્હૈયા કુમાર અને અન્ય છાત્રો અનિશ્ચિતકાળની ભૂખ હડતાલ પર ઉતર્યા છે. નોંધનીય છે કે 9 ફેબ્રુઆરીના રોજ જેએનયૂ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશવિરોધી કાર્યવાહી થઇ જે બાદ કેટલાક વિદ્યાર્થીઓ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જે મુજબ કન્હૈયાને 10 હજાર, ઉમર ખાલિદ પર 20 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. જેના વિરોધમાં આ લોકો ભૂખ હડતાલ પર બેઠા છે.

સેન્ડ આર્ટીસ્ટ સુદર્શને મોસ્કો ચેમ્પિયનશીપમાં જીત્યું ગોલ્ડ મેડલ

સેન્ડ આર્ટીસ્ટ સુદર્શને મોસ્કો ચેમ્પિયનશીપમાં જીત્યું ગોલ્ડ મેડલ

મૂળ ઓડિસ્સાના જાણીતા આંતરાષ્ટ્રિય રેત કલાકાર સુર્દશન પટનાયકને મોસ્કોમાં આયોજીત મોસ્કો સેન્ડ સ્કલ્પચર હરિફાઇ 2016માં ભાગ લઇને ભારતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરાવ્યો છે. આ હરિફાઇ માટે સુદર્શને 15 ફિટ ઊંચી અહિંસા અને શાંતિનો સંદેશો આપતી ગાંધીજીની પ્રતિમા બનાવી હતી.

અગસ્તા વેસ્ટલેન્ડ સ્કેમ: સદનમાં થયો હંગામો

અગસ્તા વેસ્ટલેન્ડ સ્કેમ: સદનમાં થયો હંગામો

આજે સંસદની કાર્યવાહી શરૂ થતા જ હંગામો શરૂ થઇ ગયો. અગસ્તા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર મામલે કોંગ્રેસી સાંસદોએ જ્યાં કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલા બોલ્યો ત્યાં જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યસભામાં હાજર હતા. જો કે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદી મામલે ભષ્ટ્રાચાર મામલે જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદ સ્વામી પર અયોગ્ય ભાષામાં વાત કરવાનો આરોપ લગાવ્યો.

ગુજરાતમાં પાણીની અછત દૂર કરવા લેવાશે સમુદ્રની મદદ

ગુજરાતમાં પાણીની અછત દૂર કરવા લેવાશે સમુદ્રની મદદ

રાજ્યના જળ આપૂર્તિ મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં પાણીની અછતને જોતા પાણીના નવા સ્ત્રોત શોધવા જરૂરી બન્યા છે. અને ખાલી નર્મદા નદી પર નિર્ભર રહેવું યોગ્ય નથી. આથી કરી રાજ્ય સરકાર ડિસેલિનાઇજેશન પ્લાન્ટને સમુદ્ર તટીય વિસ્તારોમાં સ્થાપિત કરવાનું વિચારી રહી છે. જેથી કરી ડિસૈલિનેશન દ્વારા ઔદ્યોગિક પાણીની માંગને પૂર્ણ કરી શકાય. આમ સૌરાષ્ટ વિસ્તારમાં સમુદ્રના પાણીનો ઉપયોગ કરીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે.

ગરમી અંગે હવામાન વિભાગે જાહેર કરી યેલો વોર્નિંગ

ગરમી અંગે હવામાન વિભાગે જાહેર કરી યેલો વોર્નિંગ

હવામાન વિભાગે અમદાવાદ જેવા શહેરો માટે યેલો વોર્નિંગ જાહેર કરી છે. જે મુજબ આવનારા 3 દિવસમાં તાપમાન 41 સે. થી વધી 43 સે. સુધી જવાની શક્યતા રહેલી છે. જે અંતર્ગત આટલા ગરમ વાતાવરણમાં લોકોને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ન રહેવાની અને સૂર્યની અસરથી દૂર રહેવાની સલાહ હવામાન ખાતા આપી છે.

સ્મૃતિ ઇરાની કહ્યું

સ્મૃતિ ઇરાની કહ્યું "પુસ્તકમાંથી આતંકી શબ્દ હટાવો ડીયૂ"

દિલ્હી વિશ્વવિદ્યાલય (DU)ના ઇતિહાસના પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવેલ એક પુસ્તકમાં ભગત સિંહને એક ક્રાંતિકારી આંતકવાદી કહેવામાં આવ્યા છે. જેને પર ભગતસિંહના પરિજનોએ આપત્તિ જાહેર કરતા આ મામલો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે. જે બાદ માનવ સંશાધન મંત્રાલયે દિલ્હી વિશ્વવિદ્યાલયથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે. અને આ પુસ્તક માંથી આ શબ્દને હટાવવાનું કહ્યું છે.

ગુજરાતી યુવકે આપ્યું ચાર લોકોને નવજીવન

ગુજરાતી યુવકે આપ્યું ચાર લોકોને નવજીવન

સૂરતના 17 વર્ષીય દિશાંક જરીવાલાના પરિવારે તેના બ્રેનડેડ યુવકનું અંગદાન કરીને ચાર લોકો અને પરિવારજનોને નવજીવન આપ્યું છે. દિશાંકની બે કિડની વીરગામના આઠ વર્ષીય કાવ્ય ભટ્ટ અને સૂરતના 20 વર્ષીય જિગ્નેશ ડાંડૂકિયાને આપવામાં આવી છે. જ્યારે તેનું લિવર ભરૂચના 32 વર્ષીય ઉમેશ ગુર્જરને અપાયું છે. વળી તેની આંખો પણ દાન કરવામાં આવી છે. અને રાજસ્થાનના મોઇનુદ્દીન ખાનને તેનું હદય આપવામાં આવ્યું છે.

કોડીનારમાં દારૂના અડ્ડા ઉપર મહિલાઓની જનતા રેડ

કોડીનારમાં દારૂના અડ્ડા ઉપર મહિલાઓની જનતા રેડ

કોડીનાર તાલુકામાં ચાલતા દારુના અડ્ડાઓ ઉપર મહિલાઓએ જનાત રેડ પાડી હતી. ગત 16 માર્ચનાં રોજ 7 હજાર મહિલાઓની સહીવાળું આવેદનપત્ર કોડીનાર પીઆઇને આપ્યું હતું. જેમાં 20 દિવસની સમયમર્યાદા આપવામાં આવી હતી. આમ છત્તાં કોઇ પગલાં ન લેવાતાં આજે સોરઠ મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં એકઠી થઇ મૂળજીનાં દારૂનાં અડ્ડા પર જનતા રેડ કરવા પહોંચી હતી.

English summary
April 28: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X