વિસનગર કોર્ટમાં હાર્દિકે કહ્યુઃ સમાધાન માટેના પ્રયત્નો થશે

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વિસનગર કોર્ટમાં હાર્દિકે કહ્યુઃ સમાધાન માટેના પ્રયત્નો થશે

વિસનગર કોર્ટમાં હાર્દિકે કહ્યુઃ સમાધાન માટેના પ્રયત્નો થશે

હાર્દિક પટેલને આજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મહેસાણાની વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે અનામત આંદોલનના ભાવિષ્ય અંગે મડિયાકર્મીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે સમાધાન માટે સરકાર સાથે વાત કરવાના પ્રય્તનો થશે. અનામત આંદોલન સમયે વિસનગરમાં પાટીદાર અનામત સમિતિની રેલી બાદ તોફાની ટોળાએ ધારાસભ્ય કાર્યાલય સહિતના સ્થળે કરેલી તોડફોડના કેસમાં પાસના કન્વીનર હાર્દિક ઉપર કેસ ચાલી રહ્યો છે. તે સંદર્ભે તેને હાજર કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી આવાસે મળેલી સીએમ તથા પાટીદારો વચ્ચેની બેઠક પૂર્ણ થઇ

મુખ્યમંત્રી આવાસે મળેલી સીએમ તથા પાટીદારો વચ્ચેની બેઠક પૂર્ણ થઇ

આજે પાટીદાર અગ્રણીઓ તથા મુખ્યમંત્રીઓ વચ્ચે એક બેઠક આયોજિત થઈ હતી આ બેઠકમાં મધ્યસ્થીઓએ સરકારના પગલાને વખાણ્યુ છે. જો કે હાર્દિકને છોડવા અંગે આ બેઠકમાં માત્ર ચર્ચાઓ જ થઇ હતી. બેઠકમાં પાસ કે એસપીજીના આગેવાનોની સૂચક ગેરહાજરી પણ જોવા મળી હતી. આ મીટિંગ પાંચ ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતાં. જ્યારે પાટીદાર અગ્રણીઓ જયરામ પટેલ, મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતાં. મુખ્યપ્રધાન કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠક અંદાજે દોઢ કલાક ચાલી હતી. તેમજ આ બેઠકમાં સવર્ણોને અપાયેલા અનામત તેમજ જેલમાં બંધ પાટીદાર નેતાઓની છોડવાના સંદર્ભે પણ ચર્ચા થઈ છે.

દમણની પીડિતા પર દુષ્કર્મ થયું હોવાની ખાતરી મળી તબીબી રિપોર્ટમાં

દમણની પીડિતા પર દુષ્કર્મ થયું હોવાની ખાતરી મળી તબીબી રિપોર્ટમાં

દમણની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ મામલે પીડિતાનો તબીબી તપાસનો રિપોર્ટ આવી જતા દુષ્કર્મ થયું હોવાની ખાતરી થઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસે 11 આરોપીઓ પૈકી બે મુખ્ય આરોપી સુરત અને રાજકોટના વિદ્યાર્થીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા બે વિદ્યાર્થીઓને ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા . ધરપકડ કરાયેલા બે આરોપી પૈકી સુરત રહેતો હરેશ જીવરાજભાઈ સ્યારા અને રાજકોટ રહેતો અશ્વિન ધારૈયા સાથે પીડિતાની ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડીયાના આધારે ઓળખાણ થઈ હતી.

વલસાડ વન વિભાગે કરોડોની કિંમતના લાલ ચંદનની ચોરીનો કર્યો પર્દાફાશ

વલસાડ વન વિભાગે કરોડોની કિંમતના લાલ ચંદનની ચોરીનો કર્યો પર્દાફાશ

વલસાડ જિલ્લાના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ બાતમીને આધારે તપાસ કરતા એક ટ્રકમાંથી મોટા પાયે લાલ ચંદનનું લાકડું ઝબ્બે કર્યું હતું. આ ચંદનના લાકડાનો જથ્થો આશરે 6 ટન જેટલો હતો. અને તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમા આશરે રૂપિયા 9 કરોડ જેટલી થાય છે. વન વિભાગે આ સાથે જ ટ્રક અને તેના ડ્રાઇવરની અટક કરી છે.

ઉનામાં માછીમારી કરવા ગયેલા બે યુવાનનું મોત

ઉનામાં માછીમારી કરવા ગયેલા બે યુવાનનું મોત

ઊનાના પાલડી પાસે આવેલા ખજુદ્રા ગામનાં જયંતી લાલજી વાજા, સાગર કાનજી બાંભણીયા તથા પાલડી ગામનાનાં ત્રણ યુવાનો સહીત પાંચ મિત્રો ગામમાં આવેલી દરિયાઇ ખાડીમાં જાળ લઇ માછીમારી કરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. સાગર અને જયંતી માછલી પકડવા જતા ડુબવા લાગ્યા હતા. ત્યારે કોળી પરિવારના આ યુવાનોના મોતથી તેમના પરિવારમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.

ઝઘડિયામાં ગુમ થયેલી બાળકીની અડધી દટાયેલી લાશ મળતા ચકચાર

ઝઘડિયામાં ગુમ થયેલી બાળકીની અડધી દટાયેલી લાશ મળતા ચકચાર

દક્ષિણ ગુજરાતના ઝઘડીયાના ગુમાનપુરામાં મજૂરી કામ કરતા લતાબેન બુઘાભાઇ વસાવાની પુત્રી લક્ષ્મી ગત રવિવારે રાત્રના સમયે તેની ફોઇ પ્રેમીલા સાથે મકાનના આંગણામાં સૂઇ ગઇ હતી. અને સવારે પુત્રી ન મળતા માતા પિતા તથા પરિજનો રઘવાયા બની ગયા હતા તેમજ પોલિસ ફરિયાદ કરી હતી. જો કે ગત રોજ સીમમાંથી બાળકીને અર્ધદટાયેલી લાશ મળી હતી. જે બાદ બાળકની મોત અંગે પોલિસ તપાસ કરી રહી છે.

અમદાવાદમાં અદ્ઘભૂત એર શો લોકોમાં ઉત્સાહ

અમદાવાદમાં અદ્ઘભૂત એર શો લોકોમાં ઉત્સાહ

અમદાવાદમાં ત્રણ દિવસીય એર શોમાં શુક્રવારે બ્રિટિશ વિમાનોએ પણ પોતાના હવાઇ કરતબ બતાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વળી લોકો પણ વિમારો દ્વારા કરવામાં આવતા ડેરડેવિલ એક્ટને જોઇને ખૂબ જ પ્રભાવિત થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X