For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AQI: ખુબજ ખરાબ શ્રેણીમાં છે દિલ્હી-NCRની હવા, આ રાજ્યોમાં વરસાદની સંભાવના

દિવાળીના બે દિવસ બાદ પણ દેશની રાજધાની દિલ્હી અને NCRમાં હવાની ગુણવત્તામાં કોઈ સુધારો થયો નથી. દિલ્હી-એનસીઆરમાં હવા 26 ઓક્ટોબર બુધવારે સવારે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 349 નો

|
Google Oneindia Gujarati News

દિવાળીના બે દિવસ બાદ પણ દેશની રાજધાની દિલ્હી અને NCRમાં હવાની ગુણવત્તામાં કોઈ સુધારો થયો નથી. દિલ્હી-એનસીઆરમાં હવા 26 ઓક્ટોબર બુધવારે સવારે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 349 નોંધાયો છે. નોઈડાના 360 AQI અને ગુરુગ્રામના 319 નોંધાયા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં વરસાદની સંભાવના વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ઝેરી થઇ દિલ્હી-એનસીઆરની હવા

ઝેરી થઇ દિલ્હી-એનસીઆરની હવા

ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં દિલ્હી-એનસીઆરમાં ફટાકડાની આતશબાજી જોવા મળી હતી. આ કારણે દિલ્હી સહિત સમગ્ર એનસીઆરની હવા ઝેરી બની ગઈ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખૂબ જ ખરાબ થઇ ગયો છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 'ખૂબ નબળી' શ્રેણીમાં 349 પર પહોંચી ગયો છે. જ્યારે, ખરાબ હવાની ગુણવત્તાની અસર એનસીઆરમાં પણ જોવા મળી રહી છે. નોઈડામાં નોંધાયેલ AQI 360 છે. તે જ સમયે, ગુરુગ્રામનો હવા ગુણવત્તા સૂચકાંક 319 પર નોંધાયો છે.

આ 4 રાજ્યોમાં રેડ એલર્ટ

આ 4 રાજ્યોમાં રેડ એલર્ટ

બાંગ્લાદેશમાં તબાહી બાદ ચક્રવાત 'સિત્રાંગ'ની અસર ભારતમાં ભલે નબળી પડી હોય, પરંતુ ઘણા રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળ, ઓરિસ્સા, મિઝોરમના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો સાથે જ હવામાન વિભાગે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત 'સિત્રાંગ'ની અસર બિહારમાં પણ જોવા મળી શકે છે, ત્યારબાદ હવામાન વધુ શુષ્ક થઈ જશે.

બિહાર અને ઝારખંડમાં વાવાઝોડુ બતાવી શકે છે અસર

બિહાર અને ઝારખંડમાં વાવાઝોડુ બતાવી શકે છે અસર

ચક્રવાત 'સિત્રાંગ'ની અસર બિહાર અને ઝારખંડમાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવાર 26 ઓક્ટોબરે અહીં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જો કે, 1-2 દિવસ પછી હવામાન પાછું સૂકું થઈ જશે. દેશભરના હવામાનની વાત કરીએ તો આજે ભારતના 95 ટકાથી વધુ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. પરંતુ મેઘાલય, નાગાલેન્ડ, આસામ, અરુણાચલ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

English summary
AQI: Air in Delhi-NCR is in very bad category
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X