Aravalli Hills : અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પણ રોક લગાવી, જાણો CJI એ શું કહ્યું?

'અરવલ્લી બચાવો આંદોલન' અને #SaveAravalli ઝુંબેશની ગુંજ દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અરવલ્લીની પહાડીઓ અંગેના પોતાના ૨૦ નવેમ્બરના અગાઉના નિર્ણય પર હાલ પૂરતો સ્ટે મૂકી દીધો છે.

અગાઉની વ્યાખ્યા મુજબ અરવલ્લીનો મોટો હિસ્સો ખનન પ્રવૃત્તિઓ માટે ખુલ્લો થઈ શકે તેમ હતો, જેનાથી પર્યાવરણ અને જૈવવિવિધતા પર મોટું જોખમ હતું.

અદાલતના આ તાજા આદેશ બાદ હવે અરવલ્લી પ્રદેશમાં કોઈપણ પ્રકારના નવા ખનન કે મોટા બાંધકામ કાર્ય પરનો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. પર્યાવરણ નિષ્ણાતોએ આ નિર્ણયને આવકારીને જણાવ્યું છે કે જો જૂની વ્યાખ્યા લાગુ થઈ હોત તો અરવલ્લીનો 90 ટકા હિસ્સો જોખમમાં મુકાઈ જાત.

કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સૂચના આપી છે કે પર્યાવરણના સંરક્ષણને પ્રાથમિકતા આપીને જ આ મામલે હવે પછીની કાનૂની પ્રક્રિયામાં આગળ વધવું.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પણ હવે સક્રિય થઈને તમામ સંબંધિત રાજ્યોને અરવલ્લી ક્ષેત્રમાં નવી ખનન લીઝ આપવા પર તાત્કાલિક પૂર્ણ પ્રતિબંધ લાદવા કહ્યું છે.

સાથે જ ભારતીય વાનસ્પતિક અનુસંધાન અને શિક્ષણ પરિષદને સમગ્ર વિસ્તારનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી નવો નકશો અને સુરક્ષા પ્લાન તૈયાર કરવાની જવાબદારી સોંપી છે.

જ્યાં સુધી આ વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર ન થાય ત્યાં સુધી આ પ્રાચીન પર્વતમાળામાં કોઈપણ નવી ખોદકામની ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવશે નહીં તેમ જણાવાયું છે.

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ સ્પષ્ટ કર્યું છે કે સરકાર 'ગ્રીન અરવલ્લી પ્રોજેક્ટ' દ્વારા પર્વતમાળામાં હરિયાળી વધારવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. અરવલ્લી પર્વતમાળા ઉત્તર ભારતના ભૂગર્ભ જળ સ્તરને જાળવવા અને રણને આગળ વધતું અટકાવવા માટે કુદરતી સુરક્ષા કવચ તરીકે અત્યંત અનિવાર્ય માનવામાં આવે છે.

નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી આગામી સમયમાં અરવલ્લીને કાયમી કાનૂની રક્ષણ મળશે અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મોટી સફળતા પ્રાપ્ત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X