હકિકતમાં હોય છે માણસનું લોહી પીનારા પિશાચ? જાણો શું કહે છે વિજ્ઞાન?
તમે ઘણી ફિલ્મોમાં લોકોનું ખુન પીનારા પિશાચ કે પછી નરભક્ષીઓને જોયા હશે. જો કે તમે ક્યારેય એ વિચાર્યુ કે હકિકતમાં આવા પિશાચ હોય છે કે કેમ?
તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના લોકો માને છે કે આ માત્ર કલ્પનાઓ છે પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક સિદ્ધાંત રજૂ કર્યો છે, જે સૂચવે છે કે પિશાચ કોઈ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિકતા છે.

મનોવૈજ્ઞાનિક ડૉ. બ્રાયન શાર્પલેસે દાવો કર્યો છે કે પિશાચ માનવ લોહી ચૂસે છે તે વાર્તાઓ જૂઠી નથી. તે દાવો કરે છે કે આવા લોકો છે અને કેટલીકવાર તેઓ આપણી આસપાસ રહે છે, જેમના વિશે આપણે પણ જાણતા નથી.
ડૉ. બ્રાયન શાર્પલેસના જણાવ્યા અનુસાર, વેરવોલ્ફ, વેમ્પાયર, ઝોમ્બી જેવા નામ થોડા વિચિત્ર લાગે છે પરંતુ એવા લોકો પણ છે જે રેનફિલ્ડ સિન્ડ્રોમ એટલે કે લોહી ચૂસવાની બીમારીથી પીડાય છે.
આ પ્રકારના રોગમાં દર્દી શારીરિક અને માનસિક સંતોષ માટે લોહી પીવે છે. ડેઈલી મેલના અહેવાલ મુજબ, દુર્લભ માનસિક વિકાર, ક્લિનિકલ લિકેનથ્રોપીથી પીડિત લોકોને એવું લાગે છે કે તેઓ પિચાશ જેવા બની ગયા છે.
ડૉ.બ્રાયન શાર્પલેસના કહેવા પ્રમાણે, તેઓ એવા ઘણા લોકોને મળ્યા છે જેમને લાગે છે કે તેઓ ઝોમ્બી બની રહ્યા છે અને તેમનું શરીર અંદરથી બગડી રહ્યું છે.
ડો.બ્રાયનને મોનસ્ટર્સ ઓન ધ કોચ નામનું પુસ્તક લખ્યું છે. તેમના મતે, રેનફિલ્ડ સિન્ડ્રોમ એ એક રોગ છે જેમાં લોકો તેમના શરીરની બિન-પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે માનવ લોહી પીવે છે. તેમના મતે આવા લોકો જ્યારે રોમેન્ટિક હોય છે ત્યારે પણ તેઓ પોતાના પાર્ટનરનું લોહી પીવે છે.
આ સિવાય કોટાર્ડ સિન્ડ્રોમમાં પણ લોકોને એવો ભ્રમ થવા લાગે છે કે તેઓ મરી ગયા છે અને તેમના શરીરમાં કોઈ નથી. આ પરિસ્થિતિઓમાં, ઘણી વખત તેઓ પોતાને ખૂબ નુકસાન પહોંચાડે છે. બ્રાયનએ તો એવો દાવો પણ કર્યો છે કે આવા લોકો બ્રિટનમાં ફરે છે પરંતુ તેમના વિશે કોઈ જાણતું નથી.












Click it and Unblock the Notifications
