જમ્મુ-કાશ્મીરમાં સેનાનું એન્કાઉન્ટર, 2 જવાન શહીદ, 2 આતંકી ઠાર

encounter in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સેનાને આતંકવાદીઓની હાજરી અંગેની બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જ્યારે જિલ્લાના પિંગનાલ દુગડ્ડા ગામ પાસેના જંગલ વિસ્તારમાં ઘૂસેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો, ત્યારે જવાબી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ જવાબી કાર્યવાહી દરમિયાન જવાને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે. શુક્રવારના રોજ એન્કાઉન્ટર દરમિયાન જે ચાર જવાનોને ગોળી વાગી હતી, તેમાંથી બે શહીદ થયા હતા, જ્યારે બે ઘાયલ થયા હતા. આ સાથે કઠુઆમાં ઓપરેશન દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, કિશ્તવાડ જિલ્લાના છત્રુ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના નૈદગામ ગામની ઉપરના પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

નોંધનીય છે કે, કિશ્તવાડના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સૈનિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. દે બાદ સેના દ્વારા એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ વિસ્તારમાં આતંકીઓને શોધવા માટે અલગથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

encounter in Jammu-Kashmir

ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુપ્ત માહિતીના આધારે, કિશ્તવાડના છત્રુ વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બપોરે 3:30 કલાકે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો.

અન્ય એક નિવેદનમાં નવીનતમ અપડેટ આપતા, સેનાએ જણાવ્યું હતું કે, કિસ્તવાડમાં આતંકવાદીઓ દ્વારા જવાબી ગોળીબાર દરમિયાન ઘાયલ થયેલા ચાર સૈનિકોમાંથી બે શહીદ થયા છે.

આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે, કિશ્તવાડ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાનોએ જીવ ગુમાવ્યો. જ્યારે અન્ય બે સૈનિકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ભારતીય સેનાના રાઇઝિંગ સ્ટાર કોર્પ્સ અને જેકે પોલીસના જવાનો દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં, બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને વિશાળ દારૂગોળો મળી આવ્યો હતો.

અહેવાલો અનુસાર, હથિયારોના આ જથ્થાનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે થવાનો હતો. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે ફરી એકવાર કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પહેલા હથિયારો જપ્ત કરીને એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.

અત્રે નોંધનીય બાબત છે કે, રાઈઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનો દ્વારા ખંડારા કઠુઆમાં ચાલી રહેલા ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમની પાસેથી આ હથિયારો મળી આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X