For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CDS બિપિન રાવતને લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, 11 મૃતદેહો મળ્યા

તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં સીડીએસ બિપિન રાવત પણ હાજર હતા. અત્યાર સુધીમાં ત્રણ જવાનોને બચાવી લેવાયા છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં સીડીએસ બિપિન રાવત પણ હાજર હતા. અત્યાર સુધીમાં ત્રણ જવાનોને બચાવી લેવાયા છે.

 હેલિકોપ્ટર ક્રેશ

કહેવામાં આવી રહ્યું છે કે, ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની હતા.

 હેલિકોપ્ટર ક્રેશ

ભારતીય વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, IAF Mi-17V5 હેલિકોપ્ટર, જેમાં CDS જનરલ બિપિન રાવત સવાર હતા, આજે તામિલનાડુના કુન્નુર પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ ઘટનામાં અત્યાર સુધી કુલ 11 મૃતદેહો મળી આવ્યા છે. આ સાથે ઘયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

list

CDC જનરલ બિપિવ રાવત, મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, હરજીંદર સિંહ, ગૌરસેવક સિંહ, જીતેન્દ્ર સિંહ, વિવેક કુમાર, બી સાઇ તેજા અને હાવ સતપાલ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. CDS બિપિન રાવત અને અન્યને લઈ જતું IAF હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક ચાલી રહી છે. રાજનાથ સિંહે વડાપ્રધાનને ક્રેશ વિશે જાણકારી આપી છે, તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથેનું આર્મી હેલિકોપ્ટર બુધવારના રોજ તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.

જે ત્રણને બચાવી લેવામાં આવ્યા છે, તેઓને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને નીલગીરી જિલ્લાના વેલિંગ્ટન છાવણીમાં લઈ જવામાં આવ્યા છે.

 હેલિકોપ્ટર ક્રેશ

સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક સૈન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે, સ્થાનિક લોકો 80 ટકા દાઝી ગયેલા બે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા છે. દુર્ઘટનાના વિસ્તારમાં કેટલાક મૃતદેહો ઉતાર પર જોઈ શકાય છે. મૃતદેહોને બહાર કાઢવા અને ઓળખ તપાસવાના પ્રયાસો ચાલુ છે.

તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 11ના મોત

IAF Mi 17V5 હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન માટે એરબોર્ન હતું. વિમાનમાં ક્રૂ સહિત 14 લોકો સવાર હતા. જેમાંથી 11 લોકોના મોત થયા છે.

એમકે સ્ટાલિન હેલિકોપ્ટર ક્રેશ સ્થળની મુલાકાત લેશે

કોઈમ્બતુર અને સુલુર વચ્ચે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશની ઘટનાને પગલે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આજે સાંજે ચેન્નાઈ એરપોર્ટ પરથી કોઈમ્બતુર ખસેડશે અને પછી નીલગીરી જશે.

દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક ચાલી રહી છે

સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર CDS બિપિન રાવત અને અન્યને લઈ જતું IAF હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક ચાલી રહી છે. સિંહે વડાપ્રધાનને ક્રેશ વિશે જાણકારી આપી છે.

રાજનાથ સિંહ સાઉથ બ્લોક પહોંચ્યા

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કેબિનેટને જાણકારી આપી અને સાઉથ બ્લોક જવા રવાના થયા. આ ઘટના અંગે તેઓ ટૂંક સમયમાં સંસદમાં નિવેદન આપશે.

CDS બિપિન રાવતની હાલત નાજુક

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલમાં તેની વેલિંગ્ટનની એક સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે આઈએજી હેલિકોપ્ટરમાં સવાર હતો જે આજે બપોરે તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વેલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા.

English summary
Army helicopter carrying Bipin Rawat crashes in Coonoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X