અરૂણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકોના મોત!

હજુ કેદારનાથમાં હેલિકોપ્ટ ક્રેશને થોડા જ દિવસો વિત્યા છે ત્યા હવે અરૂણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેસ થયાના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, અરૂણાચલ પ્રદેશના સિયાંગમાં ભારતીય સેનાનું રૂદ્ધ હેલિકોપ્ટર ક્રેશ થયુ છે.

હજુ કેદારનાથમાં હેલિકોપ્ટ ક્રેશને થોડા જ દિવસો વિત્યા છે ત્યા હવે અરૂણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર ક્રેસ થયાના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, અરૂણાચલ પ્રદેશના સિયાંગમાં ભારતીય સેનાનું રૂદ્ધ હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ દુર્ઘટના ટુટિગં હેડક્વાટરથી 25 કિલોમીટર દુર સર્જાઈ છે. જ્યાં આ અકસ્માત સર્જાયો તે જગ્યા રસ્તાથી દુર છે. હાલ રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટનાની માહિતી ભારતીય સેના દ્વારા આપવામાં આવી છે. ભારતીય સેનાએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ઘટનાસ્થળેથી 4 મૃતદેહ મળી આવ્યા છે. બાકીનાની શોધ ચાલુ છે.

helicopter crash

તમને જણાવી દઈએ કે આ હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત કયા કારણોસર થયો છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી.

જ્યાં અકસ્માત થયો છે ત્યાં ચારેબાજુ ગાઢ જંગલ છે. આ જ કારણે રાહત અને બચાવ કાર્યમાં થોડી મુશ્કેલી પડી રહી છે. આ જગ્યા મોટાભાગે સેનાના નિયંત્રણમાં છે, અહીં સામાન્ય લોકોની વસ્તી ઘણી ઓછી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા તવાંગમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, આ દુર્ઘટનામાં પાયલોટ શહીદ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X