For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની મહિલા જાસૂસની ન્યૂડ ફોટો અને વીડિયો જોઇ ભારતીય ફૌજીએ કરી દેશ સાથે ગદ્દારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

indian-army-man-and-pakistani-spy
નવી દિલ્હી, 8 ઓગષ્ટ: ભારતીય સેનાના રાજ અને તેના આગામી પગલાંની જાણકારી મેળવવા માટે પાકિસ્તાન હવે એટલી હદે ઉતરી આવ્યું છે કે તેને છોકરીઓના સહારો લેવાનું શરૂ કરી દિધું છે. પાકિસ્તાન દ્વારા ભારતીય સેનાના એક જવાનને ફસાવવા માટે મહિલા જાસૂસને મોહરું બનાવવામાં આવી. તે મહિલા જાસૂસે જવાનને ફસાવવા માટે પોતાની ન્યૂડ ફોટો અને વીડિયો બનાવ્યા. એટલું જ નહી તેને જવાનને મોટી રકમ પણ આપી અને પોતાની સાથે લંડન ફરાવવાનો વાયદો પણ કર્યો. પોલીસે જાસૂસીના આરોપમાં સિંકદરાબાદ રેલવે સ્ટેશન પર તૈનાત આ જવાનની ધરપકડ કરી લીધી છે. જાણવા મળ્યું છે કે આ જવાને પાકિસ્તાનની તે મહિલા જાસૂસને ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ આપી છે.

અહીં તમને જણાવી દઇએ કે જાસૂસીના આરોપ ધરપકડ કરવામાં આવેલા જવાનનું નામ પાટન કુમાર પોદ્દાર છે. તેની ઉંમર 40 વર્ષની છે અને તે નાયબ સુબેદાર પદ તૈનાત છે. પોદ્દાર 151 એમસી/એમએફ ડિટેચમેંટમાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર તૈનાત હતો. તેના વિરૂદ્ધ જે રિમાંડ ડાયરી તૈયાર કરવામાં આવી છે તેના અનુસાર તે પશ્વિમ બંગાળના માલદા જિલ્લાનો રહેવાસી છે. તેનાપર આરોપ છે કે તેને ગત વર્ષે જુલાઇથી પાકિસ્તાની મહિલા જાસૂસને સેના વિશે મહત્વપૂર્ણ જાણકારીઓ આપી. આ જાણકારીઓના અવેજમાં પાકિસ્તાની મહિલા જાસૂસ પોદ્દારના બેંક ખાતામાં રકમ જમા કરાવી હતી.

ફેસબુકના માધ્યમથી જવાનને ફસાયો
પોલીસ પૂછપરછમાં પોદ્દારે જણાવ્યું હતું કે ફેસબુકના માધ્યમથી તે ગત વર્ષે અનુષ્કા અગ્રવાલ નામની છોકરીના સંપર્કમાં આવ્યો. છોકરીએ જણાવ્યું કે તે ઉત્તર પ્રદેશના ઝાંસીની રહેવાસી છે અને એમએસસીની વિદ્યાર્થીની છે. અનુષ્કા બની પાકિસ્તાન જાસૂસે પોદ્દારને જણાવ્યું કે તેના પિતા ભારતીય વાયુસેનાના રિટાયર કમાંડર છે અને સંયુક્ત રાષ્ટ્ર માટે ઝાંસીમાં એનજીઓ ચલાવે છે. મહિલાએ પોદ્દારને ઇશારા-ઇશારામાં એ વાત જણાવી દિધી કે તે પોદ્દારની તરફ આકર્ષિત છે. અનુષ્કાએ પોદ્દારને પોતાના એનજીઓમાં કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો. અનુષ્કાએ પોદ્દારને ભારતીય સેનાના ઓનલાઇન સર્વેના અવેજમાં દર મહિને દર હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો.

ન્યૂડ ફોટા અને વીડિયોના માધ્યમથી લીધી જાણકારી
પોલીસના અનુસાર અનુષ્કાએ પહેલા પોતાના ન્યૂડ ફોટા પોદ્દારને આપ્યા અને પછી પોતાના ન્યૂડ વીડિયોથી તેને પોતાની જાળમાં ફસાવ્યો. ગત વર્ષે જુલાઇમાં અનુષ્કાએ પોદ્દાને માલદા સ્થિત એસબીઆઇના મંગળબારી બ્રાંચ ખાતામાં 9 હજાર જમા કરાવ્યા. પોદ્દારે મહિલાના ઇશારે એક ઓનલાઇન ફોર્મ ભર્યું જેમાં ધંધો અને અંગત વિગત સામેલ હતા. પોતાના ફોટાની સાથે તે જાણકારીઓને પોદ્દારે અનુષ્કાને ઇમેલ કરી દિધી. ત્યારબાદ અનુષ્કાએ પોદ્દારને તેના મોબાઇલ ફોન પર કૉલ કરવાનું શરૂ કરી દિધું. ત્યારબાદ સમય-સમય પર અનુષ્કાના નામથી પાકિસ્તાની જાસૂસ પોદ્દારના બેંક ખાતામાં પૈસા જમા કરાવતી રહી અને સેના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારીઓ પ્રાપ્ત કરતી રહી.

English summary
In a serious case of espionage, an army official from the EME unit of Secunderabad was arrested on Wednesday for sharing sensitive information on strategic locations of the Indian Army's bases and units with a woman who is suspected to be a Pakistani national.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X