For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અર્નબ સુશાંત માટે આક્રમક શો કરી રહ્યા હતા અને મારા પિતાના સુસાઈડ કેસમાં...'

અન્વય નાઈકની પત્ની અક્ષિતા નાઈક અને દીકરી અદન્યા નાઈકે અર્નબ ગોસ્વામી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અર્નબ ગોસ્વામી 18 નવેમ્બર સુધી પોલિસ કસ્ટડીમાં રહેશે. અર્નબ ગોસ્વામીની ધરપકડ ઈંટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની મા કુમુદ નાઈકને કથિત રીતે આત્મહત્યા માટે ઉકસાવવાના કેસમાં થઈ છે. અર્નબની જામીન અરજી પર ગુરુવારે(5 નવેમ્બર) સુનાવણી છે. અન્વય નાઈકની પત્ની અક્ષિતા નાઈક અને દીકરી અદન્યા નાઈકે મહારાષ્ટ્ર પોલિસનો આભાર માનીને અર્નબ ગોસ્વામી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

'અર્નબની ધરપકડ ન્યાયમાં પહેલુ પગલુ'

'અર્નબની ધરપકડ ન્યાયમાં પહેલુ પગલુ'

ઈંટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની મા કુુમુદ નાઈકે મે 2018માં અલીબાગ તાલુકાના કવીર ગામમાં પોતાના ફાર્મહાઉસ પર કથિત રીતે આત્મહત્યા કરી હતી. સુસાઈડ નોટમાં અર્નબ ગોસ્વામી ઉપરાંત બીજા બે લોકોના નામ હતા જેમની 3 નવેમ્બર 2020ના રોજ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેની ધરપકડ પર અન્વય નાઈકની પત્ની અને દીકરીએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે ન્યાયની લડાઈમાં એ પહેલુ પગલુ છે જે છેલ્લા બે વર્ષથી ચાલુ છે. પત્ની અક્ષિતા નાઈકૈ કહ્યુ, 'મારા પતિએ પોતાની સુસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ લખ્યા હતા પરંતુ એ લોકો સામે બે વર્ષથી કોઈ કાર્યવાહી થઈ નહોતી. આજે મહારાષ્ટ્ર પોલિસે એક્શન લીધી છે, હું તેમનો આભાર માનુ છુ. જો મારા પતિને પૈસા મળી ગયા હોત, તો એ આજે અમારી વચ્ચે હોત.'

ઈંટીરિયર ડિઝાઈનર નાઈકની દીકરીએ લગાવ્યા અર્નબ પર ગંભીર આરોપ

ઈંટીરિયર ડિઝાઈનર નાઈકની દીકરીએ લગાવ્યા અર્નબ પર ગંભીર આરોપ

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરીને ઈંટીરિયર ડિઝાઈનર અન્વય નાઈકની દીકરીએ કહ્યુ, 'અર્નબ ગોસ્વામી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા માટે આક્રમક શો કરી રહ્યા હતા અને આક્રમક રીતે ધરપકડની માંગ કરી રહ્યા છે. જ્યારે એ કેસમાં કોઈ સુસાઈડ નોટ પણ નહોતી મળી. પરંતુ મારા પિતા અને દાદીના કેસમાં તેમણે વિશેષ રીતે અર્નબ ગોસ્વામી અને અન્ય બે લોકોના નામ લખીને એક સુસાઈડ નોટ છોડી હતી. પરંતુ બે વર્ષ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ. કોઈ મને એ વાતનો જવાબ આપશે કે અમારી સાથે આવુ કેમ થયુ?'

જાણો અર્નબની ધરપકડ કયા કેસમાં થઈ છે

જાણો અર્નબની ધરપકડ કયા કેસમાં થઈ છે

53 વર્ષના ઈંટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની મા કુમુદ નાઈકે મે 2018માં અલીબાગ તાલુકાના કવીર ગામમાં પોતાના ફાર્મ હાઉસ પર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલિસને ત્યાંથી એક સુસાઈડ મળી હતા. જેમાં લખ્યુ હતુ, 'તે અને તેમન માએ એટલા માટે પોતાનુ જીવન ખતમ કરવાનો નિર્ણય કર્યો છે કારણકે અર્નબ સાથે ફિરોઝ શેખ અને નીતેશ સારદારે 5.40 કરોડ રૂપિયાની ચૂકવણી કરી નથી.' આરોપ છે કે આ ઈંટીરિયર ડિઝાઈનર પાસે મુંબઈની રિપબ્લિક ટીવીની ઑફિસ બનાવવામાં આવી હતી અને ઑફિસનુ કરાવ્યા બાદ તેમના 83 લાખ રૂપિયા આપવામાં આવ્યો નહોતા. ફિરોઝ અને નીતેશ અલગ અલગ ફર્મના માલિક હતા. સુસાઈડ નોટમાં ફિરોઝ શેખ પર 55 લાખ રૂપિયા બાકી છે અને નીતેશ સારદાર પર 4 કરોડ રૂપિયા બાકી હોવાનો આરોપ છે. 2019માં રાયગઢ પોલિસે આ કેસને બંધ કરી દીધો હતો. બાદમાં અન્વય નાઈકની દીકરીની ફરિયાદ પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ફરીથી આ કેસની તપાસના આદેશ આપ્યા હતા જેમાં ત્રણેની બુધવારે(4 નવેમ્બરે) ધરપકડ કરવામાં આવી હતી.

14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા અર્નબ ગોસ્વામી14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા અર્નબ ગોસ્વામી

English summary
Arnab Goswami arrested: Anvay Naik family says first step in battle for justice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X