For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370 હટવા પર હરિયાણાના CM ખટ્ટર બોલ્યા, રસ્તો સાફ, હવે કાશ્મીરથી છોકરીઓ લાવીશુ

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યુ કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરાયા બાદ ત્યાંથી છોકરીઓ લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યુ કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરાયા બાદ ત્યાંથી છોકરીઓ લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેમણે કહ્યુ, પહેલા અમારા મંત્રી કહેતા હતા કે બિહારથી વહુ લાવવી પડશે પરંતુ હવે તો કાશ્મીરથી પણ છોકરીઓ લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શુક્રવારે એક કાર્યક્રમમાં હરિયાણાના સીએમે આ વાતો કહી.

અમારા મંત્રી તો કહે છે કે બિહારથી વહુ લાવીશુ...

અમારા મંત્રી તો કહે છે કે બિહારથી વહુ લાવીશુ...

એક કાર્યક્રમમાં હરિયાણા ખરાબ લિંગ રેશિયો સંબંધિત વાત પર બોલતા ખટ્ટરે કહ્યુ, ‘અમારા મંત્રી ધનખડ કરે છે કે તે બિહારથી વહુ લઈને આવશે. પર આજકાલ લોકો કહી રહ્યા છે કે કાશ્મીરનો પણ રસ્તો સાફ છે. અમે તો કાશ્મીરી છોકરીઓ લાવીશુ.'

ભાજપ ધારાસભ્ય પણ કહી ચૂક્યા છે આ રીતની વાત

ભાજપ ધારાસભ્ય પણ કહી ચૂક્યા છે આ રીતની વાત

ખટ્ટર પહેલા ભાજપના વધુ એક ધારાસભ્યએ પણ આ રીતની ટિપ્પણી કરી હતી. મુઝફ્ફરનગરના ખતૌલીથી ધારાસભ્ય વિક્રમ સૈનીએ કહ્યુ હતુ કે 370 હટવા પર લોકોએ ખુશ થવુ જોઈએ કે ગોરી ગોરી કાશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જે કુંવારાછે તેમના લગ્ન ત્યાં જ કરાવી દઈશુ.

આ પણ વાંચોઃ અરુણ જેટલીને મળવા પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુઆ પણ વાંચોઃ અરુણ જેટલીને મળવા પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

જમ્મુ કાશ્મીર પર કાયદા બાદથી થઈ રહી છે આ વાતો

જમ્મુ કાશ્મીર પર કાયદા બાદથી થઈ રહી છે આ વાતો

ગયા અઠવાડિયે સરકારે સંસદમાં બિલ લાવીને જમ્મુ કાશ્મીરનો વિશષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો હતો. આ હેઠળ જમ્મુ કાશ્મીરને હવે બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચી દેવામાં આવ્યુ છે. જેમાં એક લદ્દાખ અને એક જમ્મુ કાશ્મીર. આ બિલ આવ્યા બાદથી જ સતત સોશિયલ મીડિયા પર પણ આ હેઠળ મેસેજ ચાલી રહ્યા છે જેમાં કાશ્મીરની સ્ત્રીઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં વિશેષ રાજ્યનો દરજ્જો હોવાના કારણે પહેલા કાશ્મીરની છોકરીના દેશના કોઈ બીજા રાજ્યમાં લગ્ન કરવા પર કાશ્મીરી હોવાના કારણે તેના ઘણા અધિકારો ખતમ થઈ જતા હતા. આને આધાર બનાવીને આ મેસેજ ચલાવવામાં આવી રહ્યા છે.

English summary
article 370 haryana cm manohar lal khattar jammu kashmir girls marriage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X