For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટનો ફેસલો, આર્ટિકલ 370 પર મોટી બેંચ સુનાવણી નહિ કરે

સુપ્રીમ કોર્ટનો ફેસલો, આર્ટિકલ 370 પર મોટી બેંચ સુનાવણી નહિ કરે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની પાંચ જજવાળી સંવૈધાનિક પીઠે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા મામલે સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે અનુચ્છેદ 370 નાબૂદ કરવાના કેન્દ્રના ફેસલાની સંવૈધાનિક માન્યતાને પડકારતી અરજીઓને મોટી પીઠ પાસે મોકલવાનો ઈનકાર કરી દીધો.

શું છે આર્ટિકલ 370

શું છે આર્ટિકલ 370

જમ્મુ-કાશ્મીરના ભારત સાથે કેવા સંબંધ હશે, તેનો રિપોર્ટ જમ્મુ-કાશ્મીરની સરકારે જ તૈયાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીરની સંવૈધાનિક સભાએ 27 મે 1949ના રોજ કેટલાક બદલાવ સહિત આર્ટિકલ 306A (હાલનો આર્ટિકલ 370)નો સ્વીકાર કરી લીધો. પછી 17 ઓક્ટોબર 1949ના રોજ આ આર્ટિકલ ભારતીય સંવિધાનનો ભાગ બની ગયો. જણાવી દઈએ કે સંવિધઆનને 26 નવેમ્બર 1949ના રોજ અંગીકૃત કરવામાં આવ્યો હતો. 'ઈન્સ્ટ્રૂમેન્ટ્સ ઑફ એક્સેશન ઑફ જમ્મુ એન્ડ કાશ્મીર ટુ ઈન્ડિયા'ની શરતો મુજબ આર્ટિકલ 370માં આ ઉલ્લેખ કરવામા આવ્યો કે દેશની સંસદને જમ્મુૂ-કાશ્મીર માટે રક્ષા, વિદેશ મામલા અને સંચાર સિવાય અન્ય કોઈ વિષયમાં કાનૂન બનાવવાનો અધિકાર નહિ હોય. સાથે જ જમ્મુ-કાશ્મીરને પોતાનું અલગ સંવિધાન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી.

બેવડી નાગરિકતા મળે છે

બેવડી નાગરિકતા મળે છે

આ વિશેષ પ્રાવધાનોને કારણે ભારત સરકારના બનાવેલ કાનૂન જમ્મુ-કાશ્મીરમાં લાગૂ નથી થતા. એટલું જ નહિ, જમ્મુ-કાશ્મીરનો પોતાનો અલગ ઝંડો પણ છે. ત્યાં સરકારી ઑફિસમાં ભારતના ઝંડાની સાથોસાથ જમ્મુ-કાશ્મીરનો ઝંડો પણ લગાવવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના નાગરિકોને બેવડી નાગરિકતા મળે છે. તેઓ ભારતના નાગરિક હોવાની સાથોસાથે જમ્મુ-કાશ્મીરના પણ નાગરિકો હોય છે. કુલ મિલાવીને કહીએ તો આર્ટિકલ 370ના કારણે મામલો એક દેશમાં બે રિપબ્લિક જેવો થઈ ગયો છે.

જમ્મૂ-કાશ્મીરના કેટલાક વિશેષ અધિકાર મળ્યા હતા

જમ્મૂ-કાશ્મીરના કેટલાક વિશેષ અધિકાર મળ્યા હતા

  • જમ્મુ-કાશ્મીર રાજ્ય પર સંવિધાનની કલમ 356 લાગૂ નથી થતી. આ કારણે રાષ્ટ્રપતિ પાસે સરકાર બરખાસ્ત કરવાનો અધિકાર નથી. એટલે કે અહીં રાષ્ટ્રપતિ શાસન નહિ, બલકે રાજ્યપાલ શાસન લાગતું હતું.
  • ભારતીય સંવિધાનની કલમ 360 જેના અંતર્ગત દેશમાં ઈમરજન્સી લગાવવાનું પ્રાવધાન છે, તે જમ્મુ-કાશ્મીર પર લાગૂ થી થતું.
  • જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, જ્યારે ભારતના અન્ય રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે.
  • સંવિધાનમાં વર્ણિત રાજ્યના નીતિ નિદેશક તત્વ પણ ત્યાં લાગૂ નથી થતા.
  • કાશ્મીરમાં અલ્પસંખ્યકોને આરક્ષણ નથી મળતું.
  • કલમ 370ના કારણે કાશ્મીરમાં આરટીઆઈ જેવા મહત્વપૂર્ણ કાનૂન લાગૂ નથી થતા. જમ્મુ-કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હોય છે.
  • જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ છે.
  • ભારતીય સંવિધાનને જમ્મુ-કાશ્મીર વિશે રક્ષા, વિદેશ મામલા અને સંચારના વિષયોમાં કાનૂન બનાવવાનો અધિકાર છે પરંતુ કોઈ અન્ય વિષય સંબંધિત કાનૂન લાગૂ કરાવવા માટે કેન્દ્રને રાજ્યની સરકાર પાસેથી મંજૂરી લેવાની રહે છે.

નિર્ભયા કેસઃ ફાંસી કે આજીવન કેદ, દોષી પવન ગુપ્તાની અરજી પર આજે SCમાં સુનાવણીનિર્ભયા કેસઃ ફાંસી કે આજીવન કેદ, દોષી પવન ગુપ્તાની અરજી પર આજે SCમાં સુનાવણી

English summary
Article 370: supreme court rejected plea to refer it to larger bench
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X