For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટલીનો કોંગ્રેસ પર પલટવારઃ ચીનને UNSCમાં સીટ અપાવવા માટે નહેરુ અસલી ગુનેગાર

રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેર્યા હતા જેના પર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી પર પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ચીને એક વાર ફરીથી જૈશ પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત થવાથી બચાવી લીધા. પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને ચીનને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત થવાથી બચાવી લીધા. ચીનના આ પગલા બાદ ભારતમાં રાજકારણ ગરમાયુ છે અને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ મોદી સરકારની વૈશ્વિક નીતિ પર સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેર્યા હતા જેના પર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી પર પલટવાર કર્યો છે.

Arun Jaitley

અરુણ જેટલીએ કહ્યુ કે જવાહરલાલ નહેરુએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનને સીટ આપવાનું સમર્થન કર્યુ હતુ. આના અસલી ગુનેગાર એ જ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર અને ચીન બંને પર અસલી ભૂલ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. જેટલીએ જવાહરલાલ નહેરુનો મુખ્યમંત્રીઓને 2 ઓગસ્ટ, 1955ના રોજ લખેલા પત્રનો હવાલો આપતા આ વાતો કહી.

જેટલીએ પત્રના અંશોનો ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકા ચીનને સંયુક્ત રાષ્ટ્રમાં લેવા માટે તૈયાર હતુ. પરંતુ તે સુરક્ષા પરિષદમાં ભારતને જગ્યા આપવા ઈચ્છતુ હતુ પરંતુ જવાહરલાલ નહેદુએ ભારતને સુરક્ષા પરિષદમાં સીટ લેવાના પ્રસ્તાવને એમ કહીને ઠુકરાવી દીધુ કે ચીન એક મહાન દેશ છે અને એવામાં તેની જગ્યા લેવી એક પ્રકારની બેઈમાની હશે.

વાસ્તવમાં ચીને જૈશના આતંકી પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાની રાહમાં રોડુ નાખ્યુ તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોણો માર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરી ગયા છે. રાહુલે કહ્યુ કે પીએમ મોદી નબળા પ્રધાનમંત્રી છે અને તે જિનપિંગ સામે ઝૂકી ગયા. તમને જણાવી દઈએ કે મસૂદને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર નિર્ણયની થોડી મિનિટ પહેલા જ ચીને વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવ પર રોક લગાવી દીધી.

English summary
Arun Jaitley attacks congress and says Nehru Original Sinner who Favoured China For UNSC Seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X