Arunachal Dispuit: કેમ પીછે હટના મુડમાં નથી ચીન? સૈનિકોની સંખ્યા વધારીને આપી રહ્યું છે સંકેત
અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સેનાએ ઘુસણખોરીની કોશિશ કરી હતી. આ બાદ ભારતીય સેનાએ પણ વળતો જવાબ આફ્યો હતો અને ચીની સૈનિકોને પીછેહટ કરવા મજબુર કર્યા હતા. હવેની સ્થિતિ જોતા લાગી રહ્યું છેકે ચીન પીછેહઠ કરવાના મુડમાં નથી
લદ્દાખ બાદ હવે અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીન વચ્ચે વિવાદ શરૂ થયો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ તાજેતરમાં તવાંગમાં જે કંઈ કર્યું તે જોતાં એવું લાગે છે કે ડ્રેગન તણાવ ઓછો કરવાના મૂડમાં નથી. તે LACની આસપાસ તેની સૈન્ય અને ડ્રોન પ્રવૃત્તિઓમાં સતત વધારો કરી રહ્યું છે. જોકે ચીનના નાપાક ઈરાદાઓને જોતા ભારતીય સેનાએ પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક સ્ત્રોતને ટાંકીને કહ્યું કે ચીન ભારતીય ક્ષેત્રમાં સલામી કાપવાની રણનીતિ ચાલુ રાખશે. પૂર્વી લદ્દાખ પછી, તેમનું આગામી લક્ષ્ય અરુણાચલ પ્રદેશ હોઈ શકે છે, જ્યાં તેમનું ધ્યાન તવાંગ પર રહેશે. ચીન આ વિસ્તારને દક્ષિણ તિબેટ માને છે અને વારંવાર તેના પર દાવો કરતું રહે છે. બીજી તરફ 9 સપ્ટેમ્બરે જ્યારે ચીનના સૈનિકોએ યાંગત્સેમાં ઘૂસણખોરી કરી ત્યારે તેમની સંખ્યા 300ની આસપાસ હતી. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વિના આ બન્યું નથી.
ચીને તાજેતરના સમયમાં અરુણાચલ પ્રદેશમાં LAC ને અડીને આવેલા વિસ્તારોમાં ડ્રોન અને હેલિકોપ્ટરની તૈનાતી વધારી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં બે-ત્રણ વખત ચાઈનીઝ ડ્રોન એલએસી નજીક ફર્યા હતા, પરંતુ ભારતીય વાયુસેનાના સુખોઈ-30એ તેમનો પીછો કર્યો હતો. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે ડ્રોને હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું નથી, પરંતુ તેઓ એલએસી પર ભારતીય સૈન્ય અડ્ડાઓ તરફ આવ્યા હતા.
ચીન પૂર્વી લદ્દાખથી અરુણાચલ સુધી વિસ્તરેલા 3488 કિમી LACની આસપાસ બંકરો, હેલિપેડ, હથિયારોના વેરહાઉસ, રસ્તા વગેરેનું નિર્માણ કરી રહ્યું છે. આ સિવાય મિસાઈલ અને રડાર જેવી સૈન્ય માળખાગત સુવિધાઓ વિવિધ સ્થળોએ મજબૂત થઈ રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ચીન વિવાદ ઘટાડવાના મૂડમાં નથી. જો કે ભારતીય સેના પણ LAC ને અડીને આવેલા વિસ્તારોમાં ઘણી મજબૂત બની છે. ત્યાં ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે, જે ચીનને પસંદ નથી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
