Arunachal Pradesh Election Result 2024 : અરૂણાચલમાં બીજેપીની એકતરફી જીત, આટલી સીટો પર કબજો કર્યો

Arunachal Pradesh Election Result 2024 : અરુણાચલ પ્રદેશમાં ફરીથી બીજેપી સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પાર્ટીએ અહીં એક તરફી જીત મેળવી છે.

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભાજપે 60 વિધાનસભા બેઠકોમાંથી 46 બેઠકો જીતીને એકતરફી જીત નોંધાવી છે.

Arunachal Pradesh

આ સિવાય નેશનલ પીપલ્સ પાર્ટી (NPEP) એ 6 સીટ, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) એ 3 સીટો, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA) એ બે સીટ અને કોંગ્રેસે એક સીટ જીતી છે.

બીજેપીએ અરુણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. પેમા ખાંડુ પહેલા જ આ બેઠક પર બિનહરીફ જીત મેળવી ચૂક્યા છે. અરુણાચલ પ્રદેશની જીત પર પેમા ખાંડુએ કહ્યું કે, આજનો દિવસ અરુણાચલ પ્રદેશ માટે ઐતિહાસિક છે, જ્યારે ભાજપ માટે પણ ખાસ છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નવો રેકોર્ડ બનાવ્યો છે.

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પણ પાર્ટી કાર્યકર્તાઓનો આભાર માન્યો. જેના જવાબમાં અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુએ પીએમ મોદીનો આભાર માન્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X