અરવિંદ કેજરીવાલે લીધા મહત્વના બે ફેસલા, મફતમાં 15જીબી ડેટા આપશે
અરવિંદ કેજરીવાલે લીધા મહત્વના બે ફેસલા, મફતમાં 15જીબી ડેટા આપશે
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીના દરેક યૂઝરને ફ્રી વાઈફાઈ આપવાનું એલાન કર્યું છે. કેજરીવાલે ગુરુવારે બપોરે પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે દિલ્હીના દરેક યૂઝરને સરકાર દર મહિને 15 જીબી ડેટા આપશે. આના માટે પહેલા તબક્કામાં આખા દિલ્હીમાં 11000 હૉટસ્પોટ લગાવવામાં આવશે. આના માટે જલદી જ કામ પૂર્ણ થઈ જશે.સાથે જ સીસીટીવીની સંખ્યા પણ વધારવામાં આવશે. આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ બંને વાયદાઓનો સમાવેશ કર્યો છે.

બે મહત્વના ફેસલા
કેજરીવાલે જણાવ્યું કે, આજે કેબિનેટ મીટિંગ થઈ જેમાં બે મહત્વના ફેસલા લેવામાં આવ્યા. દિલ્હીમાં ફ્રી વાઈફાઈનું કામ પૂરું કરવામાં આવી રહ્યું છે. દિલ્હીના દરેક વિધાનસભા ક્ષેત્રમાં 100 હૉટસ્પોટ લગાવવામાં આવશે અને બધા બસ સ્ટોપ પર 4000 હૉટસ્પોટ લગાવવામાં આવશે.

2000 સીસીટીવી કેમેરા લગાવાશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો બીજો મહત્વનો ફેસલો સીસીટીવી લગાવવાનો છે. કેજરીવાલ મુજબ હાલ દિલ્હીમાં દરેક વિધાનસભામાં 2000 સીસીટીવી કેમેરા લગાવવાનું કામ થઈ રહ્યું હતું, લોકોની માંગ પર હવે આખા દિલ્હીમાં 1 લાખ 40 હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં વધુ 2000 સીસીટીવી કેમેરા લાગશે. અનેક એવી ઘટનાઓ સામે આવી જ્યાં સીસીટીવીની મદદથી મોટી ચોરીઓને પકડવામાં મદદ મળી. સીસીટીવીની સંખ્યા વધારવાથી દિલ્હીમાં મહિલાઓને સુરક્ષિત રાખવામાં કારકાર સાબિત થશે.

લાખથી વધુ સીસીટીવી લાગશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો બીજો મહત્વનો ફેસલો સીસીટીવી લગાવવાનો છે. કેજરીવાલ મુજબ હાલ દિલ્હીમાં દરેક વિધાનસભામાં 2000 સીસીટીવી કેમેરા લગાવવાનું કામ થઈ રહ્યું હતું, લોકોની માંગ પર હવે આખા દિલ્હીમાં 1 લાખ 40 હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં વધુ 2000 સીસીટીવી કેમેરા લાગશે. અનેક એવી ઘટનાઓ સામે આવી જ્યાં સીસીટીવીની મદદથી મોટી ચોરીઓને પકડવામાં મદદ મળી. સીસીટીવીની સંખ્યા વધારવાથી દિલ્હીમાં મહિલાઓને સુરક્ષિત રાખવામાં કારગર સાબિત થશે.












Click it and Unblock the Notifications
