For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ પદના શપથ ગ્રહણ સમારોહ માટે કેજરીવાલું મોદીને આમંત્રણ

સીએમ પદના શપથ ગ્રહણ સમારોહ માટે કેજરીવાલું મોદીને આમંત્રણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં પ્રચંડ જીત હાંસલ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે તેમણે પીએમ મોદીને પણ આમંત્રણ આપ્યું છે. રામલીલા મેદાનમાં આયોજિત થનાર આ શપથ સમારોહમાં તેમણે દિલ્હીવાસીઓને પણ આમંત્રિત કર્યા છે. આના માટે તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યું ગહતું.

દિલ્હીવાસીઓ માટે ટ્વીટ કર્યું

દિલ્હીવાસીઓ માટે ટ્વીટ કર્યું

ટ્વીટમાં કેજરીવાલે કહ્યું, 'દિલ્હીવાસીઓ, તમારો દીકરો ત્રીજીવાર દિલ્હીના સીએમ પદની શપથ લેવા જઈ રહ્યો છે. તમારા દીકરાને આશિર્વાદ આપવા જરૂર આવજો. રવિવારે 16 ફેબ્રુઆરી, સવારે 10 વાગ્યે રામલીલા મેદાનમાં.' જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરીએ મતદાન બાદ 11 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું એલાન થયું છે. જેમાં આમ આદમી પાર્ટીને વિધાનસભાની 70માંથી 62 સીટ પર જીત મળી છે. ભારતીય જનતા પાર્ટીએ 8 સીટ જીતી છે. જ્યારે કોંગ્રેસ ફરી એકવાર ખાતું ખોલવામાં પણ નિષ્ફળ નિવળી.

પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી

આપની પ્રચંડ જીત પર પીએમ નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું, 'દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને શુભેચ્છા. હું દિલ્હીના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે તેમને શુભેચ્છા પાઠવું છું.' જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી મોદીને ધન્યવાદ આપ્યા. તેમણે ટ્વીટ કર્યું, ખુબ ખુબ ધન્યવાદ સર. આપણા કેપિટલ સિટીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે હું કેન્દ્રની સાથે મળી કામ કરવાની ઉમ્મીદ રાખું છું.

પાછલી ચૂંટણીમાં 67 સીટ જીતી હતી

અગાઉ 2015માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતથી સરકાર બનાવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીને 70 વિધાનસભા સીટમાંથી 67 સીટ મળી હતી. ભારતીય જનતા પાર્ટીને 3 સીટ મળી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટી ત્યારે પણ શૂન્ય પર જ રહી હતી. આ વખેત વિધાનસભા ચૂંટણીમાં જ્યાં આમ આદમી પાર્ટીએ કામના મુદ્દા પર વોટ માંગ્યા. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય મુદ્દાઓને વધુ મહત્વ આપ્યું હતું.

મેદાનમાં ફરી એકવાર ઉતરશે સચિન-સહેવાગની જોડી, બ્રેટ લી કરશે બોલિંગમેદાનમાં ફરી એકવાર ઉતરશે સચિન-સહેવાગની જોડી, બ્રેટ લી કરશે બોલિંગ

English summary
arvind kejariwal invites pm modi for swearing-in ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X