કેજરીવાલ: PM મોદી નિયત સારી નથી, રાહુલથી થઇ છે ડીલ?

Posted By:
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટબંધી પરના મોદી સરકારના નિર્ણય પર ફરી એક વાર નિશાનો સાંધ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિયતમાં જ ખોટ છે. એટલું જ નહીં કેજરીવાલે રાજનૈતિક પાર્ટીઓના પૈસાને ટેક્સ માંથી છૂટ મળવાની વાતનો પણ વિરોધ કર્યો.

kejriwal

કેજરીવાલે કહ્યું કે જો આમ આદમી પાર્ટીના ઢાઇ લાખ રૂપિયાની તપાસ થાય છે તો રાજનૈતિક પાર્ટીઓના પૈસાની તપાસ કેમ નથી થતી. તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે એક તપાસ કમિટી બને જે રાજનૈતિક પાર્ટીના ખાતાની તપાસ કરી અને તેમના હિસાબ અને લેવડ દેવડની જાણકારી લે. અને તમામ પાર્ટીમાં જમા કરવામાં આવેલા પૈસાનો આ હિસાબ સાર્વજનિક થાય.
પુરાવા હોય તો સાર્વજનિક કરે રાહુલ ગાંધી
દિલ્હીના સીએમએ કહ્યું કે આમ આદમી પાર્ટી પહેલા દિવસથી તેના પૈસાનો હિસાબ સાર્વજનિક રાખી રહી છે. કોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી પર બોલતા તેમણે કહ્યું કે જો રાહુલ પાસે નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભષ્ટ્રાચારનો પુરાવો છો તે તેને સાર્વજનિક કેમ નથી કરતા.

શું ડીલ થઇ છે?
વધુમાં કેજરીવાલે કહ્યું કે કાલે રાહુલ ગાંધીનું પ્રતિનિધિમંડળ વડાપ્રધાનને મળવા પહોંચ્યું હતું. તેની તરત પછી તેવી જાહેરાત થઇ કે રાજનૈતિક પાર્ટીઓના પૈસા પર કોઇ રીતનો ટેક્સ નહીં લાગે. જે અયોગ્ય છે. આ પરથી તો તેવું લાગે છે કે રાહુલ અને મોદીની વચ્ચે કોઇ ડીલ થઇ છે.

રાજનૈતિક પાર્ટી પાસે છે સૌથી વધુ કાળું નાણું
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો રાજનૈતિક પાર્ટીઓના પૈસાનો હિસાબ ન રાખવામાં આવ્યો તો તે પોતાના કાળાં નાણાંને સફેદ કરી દેશે. કારણ કે સૌથી વધુ કાળું નાણું તો આ રાજનૈતિક પાર્ટીઓ પાસે જ છે. તેણે કહ્યું કે મોદી સરકાર કાળા નાણાંને વધારવા માટે આ નિર્ણયને લાગુ કરી રહી છે.

English summary
Delhi CM Arvind Kejriwal attacks on pm narendra modi and rahul gandhi over demonetisation.
Please Wait while comments are loading...