Arvind Kejriwal Bail: શું મારો પતિ આતંકવાદી છે?, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાને આવ્યો ગુસ્સો
Arvind Kejriwal Bail: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારના રોજ હાઈકોર્ટમાંથી અરવિંદ કેજરીવાલના જામીન પર સ્ટે લઈ લીધો હતો.
અરવિંદ કેજરીવાલના જામીન પર સ્ટે આવ્યા બાદ તેમની પત્ની સુનીતા કેજરીવાલે મોટો આરોપ લગાવ્યો છે, અને સવાલ કર્યો છે કે, શું મારા પતિ અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે?

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારના રોજ દાવો કર્યો હતો કે, ટ્રાયલ કોર્ટની વેબસાઈટ પર જામીનનો આદેશ અપલોડ થાય તે પહેલા જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમના પતિ અરવિંદ કેજરીવાલના જામીનને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
આ સાથે સુનીતા કેજરીવાલે જણાવ્યું હતું કે, મારા પતિ સાથે એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે, જાણે તે આતંકવાદી હોય.












Click it and Unblock the Notifications
