Arvind Kejriwal Bail: જેલથી જામીન સુધીની સફર, જાણો જેલમાં કેજરીવાલના 177 દિવસની કહાની
Arvind Kejriwal Bail: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની આગામી વિધાનસભા ચૂંટણીના સમીકરણો બદલાવા જઈ રહ્યા છે. જેનું કારણ છે કેજરીવાલને જામીન મળવા. આમ આદમી પાર્ટી માટે એક મોટા રાહતના સમાચાર છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને AAP ના વડા અરવિંદ કેજરીવાલને 13 સપ્ટેમ્બર, 2024 સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કેસમાં એક્સાઇઝ પોલિસી મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
આ પહેલા અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસમાં પણ જામીન મળ્યા હતા, પરંતુ સીબીઆઈ દ્વારા ધરપકડના કારણે તેમને જેલમાં રહેવું પડ્યું હતું. લગભગ 177 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાંથી સંપૂર્ણપણે મુક્ત થયા છે.
ભારે વરસાદ વચ્ચે જેલમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલનું આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓએ (ભાજપ) મને જેલમાં ધકેલી દીધો, તેઓએ વિચાર્યું કે, અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવાથી તેમનું મનોબળ તૂટી જશે.
આજે હું તમને જણાવવા માંગુ છું કે, હું જેલમાંથી બહાર આવ્યો છું, મારું મનોબળ 100 ગણું વધી ગયું છે. મારી તાકાત 100 ગણી વધી ગઈ છે.

આ અહેવાલમાં આપણે અરવિંદ કેજરીવાલની જેલથી જામીન સુધીની સફર તારીખવાર વિશે જાણીશું.
અરવિંદ કેજરીવાલની જેલથી જામીન સુધીની સફર
- નવેમ્બર 2021 : કેજરીવાલ સરકારે નવી આબકારી નીતિ (દારૂ નીતિ) લાગુ કરી હતી.
- જુલાઈ 2022 : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ નીતિમાં અનિયમિતતાનો આક્ષેપ કર્યો અને CBI તપાસની માંગ કરી હતી.
- ઓગસ્ટ 2022 : CBI અને ED બંનેએ આ મામલે કેસ નોંધ્યો હતો.
- સપ્ટેમ્બર 2022 : દિલ્હી સરકારે એક્સાઇઝ પોલિસી રદ કરવાની જાહેરાત કરી હતી.
- 30 ઓક્ટોબર 2023 : EDએ મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું.
- 2 નવેમ્બર, 2023 : કેજરીવાલ સમન્સ છતાં હાજર ન થયા અને મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીમાં ગયા હતા.
- ફેબ્રુઆરી 2023 : સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી અને કેજરીવાલની પણ પૂછપરછ કરી હતી.
- એપ્રિલ 2023 : સીબીઆઈએ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી ન હતી.
- ડિસેમ્બર 2023 : EDએ ફરીથી કેજરીવાલને સમન્સ જાહેર કર્યા, પરંતુ તેઓ હાજર થયા નહીં.
- 7 ફેબ્રુઆરી 2024 : EDની ફરિયાદ પર કોર્ટે કેજરીવાલને સમન્સ મોકલ્યા હતા.
- 21 માર્ચ 2024 : ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.
- 23 માર્ચ 2024 : કેજરીવાલે ધરપકડને હાઈકોર્ટમાં પડકારી, પરંતુ રાહત ન મળી.
- 10 મે 2024 : સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.
- જૂન 1, 2024 : ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
- 12 જુલાઈ 2024 : કેજરીવાલને ED કેસમાં જામીન મળ્યા, પરંતુ CBI કેસમાં જેલમાં રહેવું પડ્યું.
- 5 સપ્ટેમ્બર 2024 : સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો.
- 13 સપ્ટેમ્બર 2024 : સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે.
આ શરતો પર અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન
- 10 લાખ રૂપિયાની બે જામીન ભર્યા બાદ તેને મુક્ત કરવામાં આવશે.
- મુખ્યમંત્રી કાર્યાલય જવાની પરવાનગી નહીં હોય.
- કોઈપણ ફાઇલ પર સહી કરી શકતા નથી.
- કેસને લગતા કોઈપણ મુદ્દા પર જાહેરમાં ચર્ચા કરી શકતા નથી.
- તપાસમાં અવરોધ અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવા પર પ્રતિબંધ.
- જરૂર પડ્યે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવું પડશે.
- તપાસમાં સહકાર આપવો જરૂરી રહેશે.
અરવિંદ કેજરીવાલ શું છે આગળનો રસ્તો? - જોકે, અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે, પરંતુ કેસ સાથે જોડાયેલ શરતોને કારણે તેમની રાજકીય ગતિવિધિઓ મર્યાદિત રહેશે. હવે જોવાનું એ રહે છે કે, તેઓ ચૂંટણી પ્રચારમાં શું ભૂમિકા ભજવશે, અને આ મામલો આગળ કેવી રીતે આગળ વધે છે?












Click it and Unblock the Notifications
