કેજરીવાલે દિલ્હીની જનતા સાથે દગો કર્યો છેઃ કિરણ બેદી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગને લઇને ધરણા પ્રદર્શન કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અંગે કિરણ બેદીનું કહેવું છે કે, કેજરીવાલે દિલ્હીની જનતા સાથે દગો કર્યો છે. જનતાએ તેમને કામ કરવા માટે ચૂંટ્યાં છે, પરંતુ તેમણે અરાજકતા ફેલાવી દીધી છે. એ વાત જનતાએ સમજવી જોઇએ કે જો આ સ્થિતિ લોકસભા ચૂંટણીમાં રહી તો એ દેશ માટે જોખમકારક છે. જો શહેર ધીરે ધીરે વિકાસ કરી રહ્યું હતું તેને હવે પાછળ લઇ જવામાં આવી રહ્યું છે. બેદીએ કેજરીવાલની આકરી ટીકા કરતા તેમણે કહ્યું કે, તે જનતાને એવું કહીં રહ્યાં છે કે જો લોકો તેમને મત આપશે તો તે બધાને કાયદો તોડતા શીખવશે.

kiran-bedi-kejriwal
કેજરીવાલના પ્રદર્શન પર ભાજપ નેતા વિજય જોલીનું કહેવું છે કે, કેજરીવાલ અરાજકતા ફેલાવી રહ્યાં છે, તેમની ધરપકડ કરવામાં આવી જોઇએ. લોકતંત્રમાં પોતાની વાત રજૂ કરવાની એક રીત હોય છે. તે રાજકીય ફાયદા માટે પ્રશાસનને અવગણી રહ્યાં છે. તે લોકસભા ચૂંટણીનો લાભ લેવા માટે નાટક કરી રહ્યાં છે.

કોંગ્રેસી નેતા પીએલ પુનિયાએ કહ્યું છે કે, તેમણે મુખ્યમંત્રી પદની ગરીમાને ઠેસ પહોંચાડી છે. મારું માનવું છે કે કેજરીવાલ પોતાનું માનસીક સંતુલન ગુમાવી ચૂક્યા છે. તેમની ધરપકડ થવી જોઇએ. તેમણે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પર આરોપ લગાવ્યા છે. શિંદે એક દલિત છે, કેજરીવાલે શિંદે પર આરોપ લગાવીને દલિતોનું અપમાન કર્યું છે. જ્યાં આવનારા સમયમાં ગણતંત્રની પરેડ થવાની છે, ત્યાં આ બધું કરવું શરમજનક છે. કેજરીવાલની ધરપકડ કરવામાં આવી જોઇએ. જેનાથી આ પ્રકારની હરકતોને રોકી શકાય. ગૃહમંત્રીનું કહેવું છે કે જ્યા સુધી તપાસ રીપોર્ટ નથી આવી જતી ત્યાં સુધી કોઇ પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે.

English summary
Former IPS officer Kiran Bedi said Arvind Kejriwal has betrayed Delhi public. If they would get some seats in Loksabha it would be horrible for the country.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.