કેજરીવાલનું પોસ્ટર 'હું ઇમાનદાર બાકી બધા બેઇમાન'
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર: જન અભિયાન, દિલ્હી દ્વાર જાહેર કરવામાં આવેલા પોસ્ટર દ્વારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મજાક ઉડાડવામાં આવી છે. દિલ્હીના ચોક અને મુખ્ય સ્થાનો પર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં અરવિંદ કેજરીવાલને એક પોપટના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે, ફોટાની ઉપર 'હું ઇમાનદાર અને બાકી બધા બેઇમાન' લખ્યું છે, તો બીજા ફોટાની નીચે 'અપને મિયાં મિઠ્ઠુ' લખીને તેમની મજાક ઉડાડવામાં આવી છે. આ પોસ્ટરોને લઇને અણ્ણા હજારેના પૂર્વ સહયોગી અરવિંદ કેજરીવાલે નવા સવાલ ઉભા કર્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ આ વાતને લઇને નારાજગી છે.
આ પ્રકારનું એક પોસ્ટર ભાજપના પ્રદેશ મુખ્યાલય પરિસરના ખૂણામાં રાખવામાં આવ્યું છે. જેથી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અને ભાજપ બંને મળીને તેમની મજાક ઉડાવી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે હવે ખબર પડી ગઇ કે તેમની પાર્ટીમાં ઇમાનદાર લોકોની શું વેલ્યૂ છે. જો ભાજપ અને કોંગ્રેસના લોકોમાં હિંમત છે તો તે જનતાની સામે આવીને કહે કે તે ઇમાનદાર છે, પછી જનતા તેમની મજાક ઉડાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે ટાઇમ્સ નાઉ અને સી વોટર દ્વારા આવેલા સર્વેમાં દર્શાવવામાં આવ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિના સરકાર નહી બને. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તફાવત ઉભો કરશે. અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસ બધા મળેલા છે, ભાજપના શાસનકાળમાં કોંગ્રેસ તો કોંગ્રેસના શાસનકાળમાં ભાજપનો ધંધો ચાલે છે.












Click it and Unblock the Notifications
