અરવિંદ કેજરીવાલને સતાવી રહ્યો છે હારનો ડર, શું દિલ્હીમાં પત્તુ સાફ થશે?
કૌટુંબિક રાજકારણનો વિકલ્પ બનવાના વાયદા સાથે રાજકારણમાં દાખલ થયેલ આમ આદમી પાર્ટી ઐતિહાસિક જીત નોંધાવી દિલ્હીની સત્તા પર આવી હતી.
કૌટુંબિક રાજકારણનો વિકલ્પ બનવાના વાયદા સાથે રાજકારણમાં દાખલ થયેલ આમ આદમી પાર્ટી ઐતિહાસિક જીત નોંધાવી દિલ્હીની સત્તા પર આવી હતી. જો કે પાછલા સાડા ચાર વર્ષો દરમિયાન રાજકારણનો કક્કો શીખવા અને શીખવવામાં વ્યસ્ત રહેવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂ્ંટણી નજીક છે ત્યારે ફરી ઈન્કલાબ મુડમાં આવી ગયા છે.
જ્યારે લોકસભા ચૂંટણી 2019ના પરિણામ જાહેર થયા હતા જ્યારે આમ આદમી પાર્ટી અને સીએમ કેજરીવાલ બંનેને દિલ્હી અને પૈન ઈન્ડિયામાં પોતાના જનાધારનો આભાસ થઈ શક્યો હતો. જ્યારે કેજરીવાલની આંખો ખુલી ત્યારે દિલ્હીમાં પોતાની ખોવાઈ રહેલી જમીન પણ તેમને યાદ આવી અને ત્યારે કેજરીવાલ એન્ડ પાર્ટીએ પોતાનું તમામ ધ્યાન દિલ્હી પર કેન્દ્રિત કર્યુ અને ચૂંટણી ઘોષણાનું પીપુડુ વગાડવામાં લાગી ગઈ. જો કે લોકો બધુ જ જાણે છે. તે આમ આદમી પાર્ટીનો ભ્રમ તોડી શકે છે. કદાચ એટલે જ 70 વિધાનસભા સીટોમાંથી 67 સીટો જીતનારી કેજરીવાલ પાર્ટી આજે હારના ડરે ધ્રુજી રહી છે.

ગોવા અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં વિશ્વાસ મેળવી શકી ન્હોતી
જ્યારે પાર્ટી ગોવા અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં વિશ્વાસ મેળવી શકી ન્હોતી ત્યારે તેને પોતાના જનાધારનો અભાસ થઈ ગયો હતો. ગોવા વિધાનસભા ચૂટંણીમાં કુલ 39 સટો પર કેંડિડેટ ઉતારનારી આમ આદમી પાર્ટી માત્ર 1 સીટ પર જીત નોંધાવી શકી હતી. આજ સ્થિતિ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ થઈ હતી. જો કે આ સમયે પણ કેજરીવાલ ડર્યા ન્હોતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાને નંબર વન પાર્ટી ગણાવતી હતી અને પરિણામ જાહેર થતા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પાર્ટી માત્ર 20 સીટો પર મર્યાદિત રહી.

આમ આદમી પાર્ટીએ માત્ર 1 સીટ પર જીત નોંધાવી
કેજરીવાલે લોકસભા ચૂંટણી 2019 પણ તેટલા જ જોશ સાથે લડ્યા અને પાર્ટીએ કુલ 40 લોકસભા સીટો પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા. જ્યારે પરિણામ આવ્યુ ત્યારે 40માંથી 39 સીટો પર પાર્ટીએ ધુળ ચાટવી પડી. આમ આદમી પાર્ટીએ માત્ર 1 સીટ પર જીત નોંધાવી. પંજાબના સંગરુરથી વર્તમાન સાંસદ અને કોમેડિયન ભગવંત માન પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા. કેજરીવાલ એન્ડ પાર્ટીનો ઘમંડ તૂટી ગયો. લોકસભા ચૂંટણી પરિણામ બાદ આખી પાર્ટીને સાંપ સુંધી ગયો હોય તેવું લાગ્યુ. આમ આદમી પાર્ટીના બહાદૂર નેતાઓ ગાયબ થઈ ગયા. ક્યાંક ક્યાંક કેજરીવાલ કોઈ મુદ્દે બોલતા જોવા મળતા હતા.

દિલ્હીમાં પણ તેમને મુશ્કેલી આવી શકે
લોકસભા ચૂટણી પરિણામે આમ આદમી પાર્ટી અને ખુદ સીએમ કેજરીવાલની આંખો ખોલી દીધી છે અને તેમને અહેસાસ થઈ ગયો છે કે દિલ્હીમાં પણ તેમને મુશ્કેલી આવી શકે છે. ત્યારબાદ કેજરીવાલ અને તેમની પાર્ટીએ પૈન ઈન્ડિયામાં પાર્ટીના એક્સપેંસનના પાઈપલાઈન પ્લાનને કચરામાં નાખી દિલ્હી પર ફોકસ કરવાનું શરૂ કર્યુ. રાષ્ટ્રીય મુદ્દાઓ છોડી દિલ્હીના મુદ્દાઓ પર વાત થવા લાગી. ખુદ કેજરીવાલનું રાષ્ટ્રીય મુદ્દાઓ પર બોલવાનું બંધ થઈ ગયુ. લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીના પરિણામ બાદ બે મહિના સુધી કેજરીવાલ અને તેમની પાર્ટી સદમામાં રહી.

દિલ્હી મેટ્રોમાં સ્ત્રીઓને મફત પ્રવાસની ભેટ
મુખ્યમંત્રી કેજરીવાલ સમજી ચૂક્યા હતા કે હવે કંઈ નહિં કરીએ તો જનતા તેમનો પત્તો સાફ કરી દેશે. કારણ કે લોકસભા ચૂંટણી 2019માં દિલ્હીની જનતાએ સાતે લોકસભા ચૂંટણી બીજેપીના ખાતામાં નાખી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીની સાત સીટો પર બીજેપીની જીતનો ઝંડો જોઈ કેજરીવાલે દિલ્હી પર ફોકસ કરવાનું નક્કી કર્યુ. કેજરીવાલે પાછલા 5 મહિનામાં આશરે 15 નવી જાહેરાતો કરી નાખી છે. જેમાં 200 રિડિંગ સુધીનું બિલ મફત કરી દેવા અને ડીટીસી બસ અને દિલ્હી મેટ્રોમાં સ્ત્રીઓને મફત પ્રવાસની ભેટ મુખ્ય છે.

આમ આદમી પાર્ટી
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખતા કરાયેલી આ જાહેરાતો આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવશે એ તો પરિણામ આવ્યા પછી જ ખબર પડશે. સાડા ચાર વર્ષ સુધી દિલ્હીની જનતાને વાયદા પર વાયદા કરનારી આમઆદમી પાર્ટીએ છેલ્લા પાંચ મહિનામાં દિલ્હીના લોકોનું દિલ જીતવાના જે પ્રયત્નો કર્યા છે ત્યારે કેજરીવાલ સરકારનું શું થશે તે દિલ્હીની જનતા નક્કી કરશે. દિલ્હીની જનતા નક્કી કરશે કે કેજરીવાલ એન્ડ પાર્ટી દિલ્હીની સત્તા પર હવે શું ભૂમિકા રહેશે.

પાર્ટીની સ્થિતિ હાલ ખરાબ છે
દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં ડરથી ધ્રુજી રહેલી કેજરીવાલ અને તેમની પાર્ટીની સ્થિતિ હાલ ખરાબ છે. પાર્ટી વિધાનસભા ચૂંટણી પહેલા કરાઈ રહ્યાની અફવા ઉડાવી રહી છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે બીજેપી ઝારખંડની સાથે દિલ્હી વિધાનસભા ચૂંટણી પર કરાવી શકે છે. દિલ્હીના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત થયેલા સંજય સિંહનું કહેવું છે કે બીજેપી હરિયાણા અને મહારાષ્ટ્રમાં મળેલ જીતનો લાભ લેવા દિલ્હી વિધાનસભા ચૂંટણી જલ્દી કરાવી શકે છે.

સંજય સિંહ
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ તેની પાછળ તર્ક આપતા કહે છે કે બીજેપી બીજી પાર્ટીને તૈયારીનો સમય આપતી નથી. જો કે તેમણે કહ્યુ કે ડિસેમ્બરમાં ચૂંટણીની શક્યતા જોતા આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારીઓ ઝડપી કરી દીધી છે અને આજ તૈયારીઓને જોતા ચૂંટણીના પ્રભારી નિયુક્ત કરાયા છે. છેલ્લા 5 વર્ષમાં 15 ઘોષણા કરી ચૂકેલી આમ આદમીનું કહેવું છે કે તેનાથી તે દિલ્હીના તમામ વર્ગો પર પોતાની પક્કડ જમાવવામાં સફળ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચીની કંપનીઓનું વર્ચસ્વ શરુ થઇ રહ્યું છે, 7000 કરોડનું રોકાણ












Click it and Unblock the Notifications
