કેજરીવાલની 'આમ આદમી પાર્ટી' વિધિવત લોન્ચ
નવી દિલ્હી, 26 નવેમ્બર: સામાજિક કાર્યકર્તામાંથી રાજનીતિમાં ઝંપલાવનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આજે સોમવારે હજારો સમર્થકોની વચ્ચે ઔપચારિક રીતે લોન્ચ થઇ ગઇ. આ અવસરે કેજરીવાલે જણાવ્યું કે આ પાર્ટી ભ્રષ્ટાચારની સામેના અમારા સંઘર્ષનું પરિણામ છે. પાર્ટીના નામની જાહેરાત શનિવારે જ કરી દેવામાં આવી હતી.

વાઘેલાએ જણાવ્યું કે કેજરીવાલ પાર્ટીના રાષ્ટ્રીય સમન્વયક છે. પંકજ ગુપ્તા રાષ્ટ્રીય સચિવ અને કૃષ્ણકાંત રાષ્ટ્રીય કોષાધ્યક્ષ છે. આ પહેલા કેજરીવાલ અને તેમના સાથીદારોએ રાજઘાટ પર જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અને બી. આર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલે પોતાની પાર્ટીની વિધિવત જાહેરાત માટે 26 નવેમ્બરની તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે 1949માં આ જ દિવસે દેશનું સંવિધાન લાગૂ થયું હતું.












Click it and Unblock the Notifications
