અણ્ણાનો સાથ છૂટતા કેજરીવાલ પર વિરોધનો જુવાળ ફાટી નિકળ્યો

ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન સાથે જોડાયેલ પ્રીતિ ગર્ગ સાથે થયેલી વાતચીતમાં તેમણે ગુસ્સાથી જણાવ્યું હતું કે ‘ કેજરીવાલના મનમાં પણ લાલચ આવી ગઇ છે, તેમને પણ રાજનીતિનું આકર્ષણ થઇ ગયું છે, માટે જ અણ્ણાએ તેમનાથી છેડો ફાડી દીધો છે.
અણ્ણા આંદોલનના કાર્યકર્તા સ્ટેટ બેંક ઓફ વારાણસીના બ્રાંચ મેનેજર સુશીલ કુમારસિંહે ફેસબુક પર જણાવ્યું કે ‘અરવિંદ કેજરીવાલ કઇક વધારે જ બુદ્ધીમાન છે. તેમને જે જોઇતુ હતું તે મળી ગયું છે. અણ્ણાના આંદોલન બાદ તેઓ ફેમશ થઇ ગયા છે. તેઓ પણ રાજનૈતિક પક્ષ રચી પોતાનું ખીચું ગરમ કરવા માગે છે. જોકે જનતા તેમને સાથ નહીં આપે.'
અણ્ણા હઝારેએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે કેજરીવાલને પાર્ટી બનાવવી હોય તો બનાવે હું તેમની સાથે નથી, અને તેમના માટે પ્રચાર પણ કરવાનો નથી. અણ્ણાએ તો ત્યાં સુધી કહી દીધું કે કેજરીવાલ અને તેમની ટીમ પ્રચાર માટે મારું નામ અને તસવીરનો પણ ઉપયોગ ના કરે.












Click it and Unblock the Notifications
