..અને લેડિસ ટોયલેટમાં ઘુસી ગયા સોમનાથ ભારતી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 21 જાન્યુઆરી: આંદોલનના ગર્ભમાંથી નીકળીને રાજકારણમાં આવનાર અને ફરી સામાન્ય માણસના મુદ્દાઓને ઉપર કરીને દિલ્હીની ખુરશી સુધી પહોંચનાર અરવિંદ કેજરીવાલ દિલ્હી પોલીસ સામે ધરણા કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ પોતાની આ લડાઇ ભલે આમ આદમી પાર્ટી અને દિલ્હીની જનતાની લડાઇ ગણાવી રહ્યા હોય પરંતુ મંગળવારના રોજ આ લડાઇ વોશરૂમની લડાઇમાં ફેરવાઇ ગઇ. અરવિંદ કેજરીવાલની સાથે પ્રદર્શન કરી રહેલા દિલ્હીના કાયદા મંત્રી સોમનાથ ભારતી દિલ્હી પ્રેસ ક્લબના મહિલા ટોયલેટનો ઉપયોગ કરતા દેખાયા.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેસ ક્લબ રેલ ભવનની પાસે જ છે. જોકે સોમનાથ ભારતી મહિલા ટોયલેટમાં હતા એટલા માટે મહિલા પત્રકારોએ બહાર રાહ જોવી પડી. જ્યારે અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે તેમણે રેલભવનની પાસેના તમામ ટોયલેટ બંધ કરાવી દીધા છે. તેમણે જણાવ્યું કે તેમના મંત્રી મોબાઇલ ટોયલેટને ધક્કો મારીને ધરણા સ્થળે લાવ્યા. મંગળવારની સવારે ટોયલેટનું નહીં હોવું આપના મંત્રીઓ અને કાર્યકર્તાઓ માટે મુશ્કેલીનું કારણ બની ગયું હતું.

somnath bharti
દિલ્હીના મુખ્યમંત્રીએ ફરિયાદ કરતા જણાવ્યું કે તમામ ટોયલેટ બંધ કરાવી દીધા છે. સોમવારે મે રેલ ભવનમાં ટોયલેટનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તે પણ આજે બંધ છે. અત્રે ઘણી બધી મહિલાઓ છે, તેઓ ક્યાં જશે? જ્યારે આપના યુવા મંત્રી સૌરભ ભારદ્વાજ મીડિયા સાથે વાત કરતી વખતે દાતણ કરી રહ્યા હતા.

કેજરીવાલે જણાવ્યું કે દિલ્હી પોલીસ વિરુધ્ધ તેમનું પ્રદર્શન ચાલતું રહેશે. અથવા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે તે ત્રણેય પોલીસ અધીકારીઓને સસ્પેન્ડ કરે. જો વિરોધ પ્રદર્શન આ જ રીતે ચાલતો રહ્યો તો પ્રદર્શન કારીઓ માટે ટોયલેટની સમસ્યા બની રહેશે. 

English summary
While Arvind Kejriwal and his supporters continue their protest in Delhi demanding suspension of a few police officers, one AAP minister, Somnath Bharti was seen using ladies toilet.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.