કેજરીવાલને દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વ્યક્તિએ માર્યો મુક્કો
નવી દિલ્હી, 4 એપ્રિલ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો છે. દિલ્હીના દક્ષિણ પુરી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલના ગળા પર એક યુવકે મુક્કો માર્યો હતો.
આ હુમલા કેટલીક હદે હરિયાણાના ચરખી દાદરીની ઘટના જેવો છે. ચરખી દાદરીમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલને એક યુવકે થપ્પડ મારી હતી. તાજા હુમલામાં યુવકે જીપ ચઢીને કેજરીવાલ પર હુમલો કર્યો હતો.

હુમલા બાદ યુવકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ દબોચી લીધો અને તેની જોરદાર મારજૂડ કરી છે. ત્યારબાદ તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો. હુમલા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'મારી ગરદન પર જોરદાર મુક્કો માર્યો, પરંતુ કાર્યકર્તાઓએ તેને મારવો જોઇતો ન હતો. તે લોકો અમને મારશે જ તેમનો તો ધર્મ છે મારવાનો.'












Click it and Unblock the Notifications
