Arvind Kejriwal Registration : કેજરીવાલના રાજીનામાં બાદ દિલ્હીની સરકાર કેવી રીતે ચાલશે? જાણો શું કહે છે નિયમ?
Arvind Kejriwal Registration : અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાતે દિલ્હીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કેજરીવાલે 2 દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરીને લોકોને ચૌકાવી દીધા છે.
રાજીનામું આપવાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આગામી બે દિવસમાં વિધાયક દળની બેઠક યોજાશે અને નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. અહીં સવાલ એ થાય કે હવે દિલ્હીની સરકાર કોણ ચલાવશે?

જણાવી દઈએ કે, કોઈપણ મુખ્યમંત્રી પોતાનું રાજીનામું રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરે છે. રાજીનામું આપ્યા પછી નવા મુખ્યમંત્રી શપથ ન લે ત્યાં સુધી તે મુખ્યમંત્રી રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.
માહિતી અનુસાર, જ્યારે મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નરને પોતાનું રાજીનામું સુપરત કરે છે ત્યારે રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નર નવા મુખ્યમંત્રીની નિમણૂક ન થાય ત્યાં સુધી રાજ્યની જવાબદારી સંભાળવા માટે સૂચનાઓ આપે છે.
હવે બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યની જવાબદારીઓ કોણ સંભાળે છે. માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યની કમાન રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નરના હાથમાં હોય છે અને તે રાજ્ય સાથે સંબંધિત તમામ કાર્યો માટે જવાબદાર હોય છે.
જો કે, કાર્યકારી મુખ્યમંત્રીની સત્તાઓ મર્યાદિત બની જાય છે. આ સમયગાળા દરમિયાન તે કોઈ નવી યોજના શરૂ કરી શકાતી નથી. પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તેમની છે. તેથી તે આવી બાબતો અંગે સૂચના આપી શકે છે.












Click it and Unblock the Notifications
