કેજરીવાલની પાર્ટીએ ગડકરી સામે કરી ફરિયાદ

arvind kejriwal
નાગપૂર, 30 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીએ આવક વિભાગના અધિકારી વિરોધી ટિપ્પણી પર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી સામે ફરિયાદ નોંધાવી છે. ગડકરીએ ભાજપા અધ્યક્ષ પદથી હટ્યાના એક દિવસ બાદ 24 જાન્યુઆરીના રોજ નાગપુર હવાઇ મથકે જણાવ્યું હતું કે હવે તેઓ હોદ્દોની મર્યાદાથી બંધાયેલા નથી.

તેમણે આયકર અધિકારીઓને ધમકી આપી હતી અને દાવો કર્યો હતો કે જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવશે તો અધિકારીઓને કોઇ બચાવશે નહી. એએપી નેતા ગિરિશ નંદગાવંકરે ગઇકાલે રાત્રે સોનેગાવ હવાઇમથક પોલીસ સ્ટેશનમાં ગડકરી સામે ફરિયાદ નોંધાવી છે.

નાગપુરમાં સભાને સંબોધન કરતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે "જો કેન્દ્રની સત્તામાં ભાજપની સરકાર આવી તો આવકવેરા અધિકારીઓને બચાવવા માટે સોનિયા ગાંધી અને પી ચિદમ્બરમ નહીં આવે."

આ ધમકી આપતા ગડકરીના શબ્દો હતા કે "હું પણ મર્દ માણસ છું... હવે ભાજપનો પ્રેસિડન્ટ પણ રહ્યો નથી કે મર્યાદાઓમાં બંધાઇ રહું... મને ખબર છે કે નાગપુર અને મુંબઇમાં બેસીને સીબીઆઇના અધિકારીઓ શું કરી રહ્યા છે... મારી અને પાર્ટીની સાથે સહાનુભૂતિ રાખનારા ઓફિસર પણ છે... તેમણે (ઇન્કમટેક્સ અધિકારી) યાદ રાખવું જોઇએ કે અમારી સરકાર આવી તો તેમને સોનિયા અને ચિદમ્બરમ બચાવવા માટે નહીં આવે."

ગડકરીએ કોંગ્રેસ ઉપર પણ આરોપ લગાવ્યો કે સીબીઆઇની જેમ આવકવેરા વિભાગનો પણ કોંગ્રેસ બેરોકટોક ઉપયોગ કરે છે અને ચૂંક સમયમાં તેની નૌકા ડૂબવાની છે.

પોલીસ નીરિક્ષક ટી.કે. વાહિલે ફરિયાદ મળતા જ મીડિયાને જણાવ્યું કે 'પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. વાહિલે જણાવ્યું કે ગૈર-સંજ્ઞેય મામલો છે અને હજી સુધી ગડકરીની સામે કોઇ મામલો નોંધાયો નથી, રીપિટ નથી કરાયો.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X