કેજરીવાલે કહ્યું- 'આ મારી પત્ની છે, જે તમારી સામે આવતા ડરતી હતી! '
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: આજે દિલ્હીના ઇતિહાસમાં અનોખી ઘટના ગઇ છે, આજે દિલ્હી વિધાનસભાના પરિણામો જાહેર થયા. અરવિંદ કેજરીવાલના ઝાડુએ રાજ્યમાં એવી સફાઇ કરી છે જેની કલ્પના કોઇએ પણ ન્હોતી કરી. પોતાની જીતનો શ્રેય સામાન્ય લોકોને આપ્યો અને જણાવ્યું કે આ સત્ય અને ઇમાનદારીની જીત છે.
દિલ્હી વિધાનસભાના પરિણામો સામે આવતા એવું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલના આમ આદમીએ તમામ દિગ્ગજ પાર્ટીઓ પર પોતાનું ઝાડું ફેરવી દીધું છે. આમ આદમી પાર્ટીને એક્ઝિટ પોલ કરતા પણ બેગણી 67 બેઠકો મળી છે, જ્યારે ભાજપ માત્ર 3 બેઠકો પર જ જીત નોંધાવી શકી છે, તેમજ કોંગ્રેસ એક બેઠક પર પોતાની જીત નોંધાવી શકી નથી. આ રીતે આમ આદમી પાર્ટીએ દિલ્હીને કોંગ્રેસ મૂક્ત બનાવી દીધું છે. જોકે કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓને જણાવ્યું કે અંહકાર કોઇએ કરવો નહીં.

કેજરીવાલે પોતાના પિતા સાથે પણ લોકોનો પરિચય કરાવ્યો અને કહ્યું કે આ મારા પિતાજી છે. જેમનો મારી સાથે આશિર્વાદ છે. પરિવારના સાથ અને આશિર્વાદ વગર હું કોઇ કામ ના કરી શકત. હું એકલો કામ કરી શકું તેમ નથી મને તમારા સમર્થન જરૂર છે.'












Click it and Unblock the Notifications
