For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ સાથે ગઠબંધન પર બોલ્યા કેજરીવાલ, રાહુલે ઈનકાર કરી દીધો

કોંગ્રેસ સાથે ગઠબંધન પર બોલ્યા કેજરીવાલ, રાહુલે કર્યો ઈનકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનના પ્રયત્નોમાં લાગેલી આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઈનકાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાહુલ ગાંધી સાથે તેમની એક બેઠક થઈ છે, પરંતુ તેમણે ગઠબંધન કરવાની ના પાડી દીધી છે.

રાહુલ ગાંધીએ ગઠબંધનથી ઈનકાર કરી દીધો- કેજરીવાલ

રાહુલ ગાંધીએ ગઠબંધનથી ઈનકાર કરી દીધો- કેજરીવાલ

આવું પહેલીવાર નથી બની રહ્યું જ્યારે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઈનકાર કરી દીધો હોય. અગાઉ પણ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શીલા દીક્ષિતે કોઈપણ પ્રકારના ગઠબંધનની સંભાવનાઓને ફગાવી દીધી હતી. જ્યારે ગઠબંધનથી ઈનકાર કર્યા બાદ અરવિંદ કેજરીવાલ સતત કોંગ્રેસ પર નિશાન સાધતા રહ્યા છે. તેમણે કેટલીય વાર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ભાજપને ફાયદો પહોંચાડવા માંગે છે અને માટે તેઓ આમ આદમી સાથે ગઠબંધન કરવા નથી માંગતી.

AAP ગઠબંધન કરી લોકસભા ચૂંટણી લડવા ઈચ્છે છે

AAP ગઠબંધન કરી લોકસભા ચૂંટણી લડવા ઈચ્છે છે

વિશાખાટ્ટનમ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનની સંભાવનાઓ પર નિવેદન આપ્યું. તેઓ દિલ્હી માટે રવાના થઈ રહ્યા હતા. જો કે કોંગ્રેસમાં પણ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન પર એક મત નથી. શીલા દીક્ષિત ઈચ્છતાં હતાં કે ગઠબંધન ન થાય જ્યારે પીસી ચાકો અને સહિતના કેટલાક લોકોનું માનવું હતું કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થવું જોઈએ.

કોંગ્રેસ એકલી જ લડશે

કોંગ્રેસ એકલી જ લડશે

અરવિંદ કેજરીવાલ એક બાજુ ગઠબંધન માટે મથી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી આ મામલે સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે. બીજી બાજુ ગત રાત્રે રાજ્ય પાર્ટી ચીફ શીલા દીક્ષિતના ઘરે મિટિંગ મળી હતી, દિલ્હીની સાત લોકસભા સીટ માટે કોંગ્રેસના સિનિયર નેતા પીસી ચાક્સો અને કેસી વેણુગોપાલે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેજરીવાલે કહ્યું કે 7 લોકસભા સીટ જીતવા માટે કોંગ્રેસની જરૂર પડે એમ નથી પણ જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હશે તો ભાજપને હરિયાણા અને પંજાબની 10 સીટ પરથી પણ હરાવી શકાય તેમ છે.

અમિત શાહે જણાવ્યો 2019માં જીતનો મંત્ર, આ રાજ્યો બનાવશે ફરીથી મોદી સરકારઅમિત શાહે જણાવ્યો 2019માં જીતનો મંત્ર, આ રાજ્યો બનાવશે ફરીથી મોદી સરકાર

English summary
Arvind Kejriwal says, Congress chief Rahul Gandhi refused to forge alliance with AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X