કેજરીવાલે ચૂંટણી પંચને આપ્યો નોટિસનો જવાબ

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલને ચૂંટણીપંચ તરફથી તેમના વિવાદીત નિવેદન બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. જેનો તેમણે ચૂંટણીપંચને જવાબ આપી દીધો છે. કેજરીવાલ જણાવ્યું છે કે, તેમણે કોઇ આચારસંહિતાનું ઉલ્લંઘન નથી કર્યું.

અત્રે નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના નિવેદન 'ભારતીય જનતા પાર્ટી રાજધાની દિલ્હીમાં કોમવાદી હિંસાને ઉશ્કેરે છે' પર ચૂંટણી પંચે તેમને આચાર સંહિતાના ભંગ બદલ શોકોઝ નોટિસ ફટકારી હતી. જેનો જવાબ તેમણે આજે સુપરત કર્યો હતો.

kejriwal
ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશ પ્રમુખ સતીષ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલી એક ફરિયાદના આધારે આ નોટિસ કેજરીવાલને ફટકારવામાં આવી હતી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે 'કેજરીવાલે એક સભામાં સંબોધન કર્યું હતું કે ભાજપ દિલ્હીમાં કોમી હિંસા ભડકાવવાના પ્રયાસો કરે છે.' તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે ત્રિલોકપુરી અને નંદનગરીમાં તોફાનો કરાવ્યા હતા અને હવે નાંગલોઇ તેમજ બાવાનામાં પણ હિંસા ભડકાવવાની કોશીશ કરે છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હી ભાજપના અધ્યક્ષ સતીશ ઉપાધ્યાય અને ઉપાધ્યક્ષ આશીષ સૂદ પર વિજળી કંપનીઓ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ સતીશ ઉપાધ્યાયે અરવિંદ કેજરીવાલની ફરિયાદ ચૂંટણીપંચને કરી હતી. ચૂંટણીપંચે આ અંગે અરવિંદ કેજરીવાલને નોટીસ ફટકારી હતી, જેનો જવાબ આ કેજરીવાલે ચૂંટણી પંચને સુપરત કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X