વિધાનસભામાં AAPની ટોપી પર ઉઠ્યા સવાલ, ધારાસભ્યોએ લીધા શપથ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 1 જાન્યુઆરી: નવા વર્ષના પ્રથમ દિવસે દિલ્હી વિધાનસભાના સત્રની શરૂઆત થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો બુધવારે પહેલીવાર વિધાનસભા પહોંચ્યા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બાકીના તમામ ધારાસભ્યો આમ આદમીની ટોપી પહેરીને વિધાનસભામાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવી.

ત્યારબાદ ભાજપે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા આમ આદમી પાર્ટીની ટોપી પહેરીને વિધાનસભામાં આવતા વિરોધ દર્શાવ્યો છે. ભાજપી નેતા વિજય જોલીએ આને પરંપરાની વિરુધ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રોટેમ સ્પીકર મતીન અહમદે આની પર એક્શન લેવું જોઇએ. વિધાનસભાના પૂર્વ સચિવ ઉમેશ સહગલે જણાવ્યું કે મને આ નિયમ અંગે કોઇ જાણકારી નથી.

કેજરીવાલના ગૃહ છોડીને જવા પર સવાલ:
આ પહેલા શપથ અપાવવાની શરૂઆત મંત્રિમંડળના સભ્યોથી થઇ. સૌથી પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બાદમાં તેમના મંત્રિમંડળે શપથ લીધા હતા. ત્યારબાદ ગૃહના બાકીના ધારાસભ્યોએ શપથ લીધા હતા. અરવિંદ કેજરીવાલ શપથ લીધા બાદ તુરંત સચિવાલય માટે રવાના થઇ ગયા. કેજરીવાલે શપથવિધિ દરમિયાન જ વિધાનસભા છોડવા પર વાંધો ઊઠાવવામાં આવ્યો. વિશ્લેષકોનું કહેવું છે કે ગૃહની પરંપરા હોય છે કે મુખ્યમંત્રી નેતા પ્રતિપક્ષના શપથ લેવા સુધી ગૃહમાં હાજર રહે. કેજરીવાલે જ્યારે વિધાનસભા છોડીને ગયા ત્યારે ભાજપ વિધાયક દળના નેતા હર્ષવર્ધને શપથ લીધા ન્હોતા.

વિશ્વાસમતની ચિંતા નથી:
વિધાનસભાથી નીકળતા કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિશ્વાસમત સફળ થાય કે નહી, અમને તેની ચિંતા નથી. અમે જનતાની સરકાર ચલાવી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે વીજળી કંપનીઓના ઓડિટ પર નિર્ણય આજે કરવામાં આવશે. વીજળીને સબસીડી આપીને સસ્તી કરવાના સવાલ પર તેમણે જણાવ્યું કે સબસીડી આપવી તેમને પણ પસંદ નથી. તેનો કોઇ પાક્કો ઉકેલ શોધવામાં આવશે. વિધાનસભાના આ સત્રમાં કેજરીવાલની સામે ઘણા પડકારો છે. તેમને ગુરુવારે વિશ્વાસમત હાસલ કરવાનો છે. વિધાનસભાનું આ સત્ર 7 જાન્યુઆરી સુધી ચાલશે.

arvind kejriwal
ધારાસભ્યપદ થયું પાક્કુ:
ત્રિશંકુ વિધાનસભામાં ચૂંટાઇને આવેલા જનપ્રતિનિધિઓ માટે આજે રાહત અને ખુશીનો દિવસ હતો. પહેલીવાર ચૂંટાઇને આવેલા ધારાસભ્યોએ પહેલીવાર વિધાનસભામાં બેસવાનો અનુભવ હાસલ કર્યો. શપથ લેવાની સાથે ધારાસભ્યો વધારાની સુવિધાઓ અને વિશેષાધિકારના હકદાર થઇ ગયા છે. ધારાસભ્યો નહી હોવાના કારણે પણ ઘણી સુવિધાઓ જારી રહેશે.

વિધાનસભામાં જાણો સાત તારીખ સુધી શું થશે:

2 જાન્યુઆરી- સરકાર વિશ્વાતમત હાસલ કરશે.
3 જાન્યુઆરી- વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી
4 અને 5 જાન્યુઆરી- વિધાનસભામાં રજા રહેશે.
6 જાન્યુઆરી- વિધાનસભામાં ઉપરાજ્યપાલનું અભિભાષણ થશે.
7 જાન્યુઆરી- ઉપરાજ્યપાલના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અને ચર્ચા કરવામાં આવશે.

English summary
Delhi Assembly's first session over, Arvind Kejriwal taken oath as MLA. BJP protested AAP's cap in assembly.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.