પ્રામાણિક ભાજપ-કોંગી નેતાઓને સામેલ કરશે ‘આપ’: કેજરીવાલ
નવી દિલ્હી, 11 ડિસેમ્બરઃ વ્યવ્સથા પરિવર્તનનું સૂત્ર આપીને દિલ્હી વિધાનસભામાં ઇતિહાસ રચી દેનારા અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે, કોંગ્રેસ અને ભાજપના સારા લોકો અમારી પાર્ટીમાં સામેલ થવા ઇચ્છે છે તો, અમે તેમનું સ્વાગત કરીશું. કેજરીવાલને આમ આદમી પાર્ટીમાં બહુમત દળના નેતા તરીકે પસંદ કરવામા આવ્યા છે. તેમણે જણાવ્યું કે, તેઓ દિલ્હીમાં સરકાર બનાવવા માટે તેઓ ના તો કોઇ પક્ષને સમર્થન આપશે અને ના તો કોઇ પક્ષનું સમર્થન લેશે. તેવામાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થાય તેવા અણસાર મળી રહ્યાં છે.













Click it and Unblock the Notifications
